Western Times News

Gujarati News

અમદાવાદના મધ્ય ઝોનમાં સૌથી ઔછા ૧૫ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર છે

Files Photo

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વિસ્તારો- જમાલપુર, દરિયાપુર, કાળુપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા અને ખાનપુરમાં જ્યાં કોવિડ ૧૯ મહામારીની શરૂઆતમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા, ત્યાં મંગળવારે માત્ર એક કેસ નોંધાયો હતો. અમદાવાદમાં નોંધાયેલા કુલ ૨૧,૩૫૭ કેસોમાંથી ૪,૦૭૨ કેસ સેન્ટ્રલ ઝોનના છે. જેમાંથી ૨૨૯ એક્ટિવ કેસ છે અને દર્દીઓ સારવાર હેઠળ છે. એક સમય એવો હતો જ્યારે આખા ઝોનને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો હતો. પરંતુ આજે કેસોમાં ઘટાડો થતાં ત્યાં શહેરના સૌથી ઓછા ૧૫ માઈક્રો-કન્ટેન્મેન્ટ વિસ્તાર છે, જ્યારે શહેરના પશ્ચિમ ભાગમાં ૩૧ વિસ્તારોને માઈક્રો-કન્ટેન્મેન્ટ જાહેર કરાયા છે.

મહામારીએ ગંભીર રૂપ ધારણ કરતાં અધિકારીઓએ લોકોની અવરજવરને રોકવા અને વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે આખા ઝોનમાં કર્ફ્યુ ગોઠવી દીધો હતો.એ જ્યાં એક તરફ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો તો બીજી તરફ છસ્ઝ્રના આરોગ્ય અધિકારીઓએ સીનિયર સિટિઝન અને બાળકોને ધ્યાનમાં રાખીને ત્યાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધર્યો હતો. તેમણે થર્મલ સ્ક્રીનિંગ કર્યું અને ધન્વંતરી રથનો ઉપયોગ કરીને દરેક ઘરને તબીબી સહાય પૂરી પાડી. આ સિવાય શરદી, તાવ, ગળામાં દુખાવો જેવી તકલીફ ધરાવતા લોકોની આરોગ્ય ટીમો દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સના ડોક્ટરોને પણ નાગરિકોનું સ્ક્રિનિંગ કરવાની તાલીમ આપવામાં આવી હતી, તેથી જાે તેમનામાં કોઈ લક્ષણો દેખાય તો તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ કરી શકાય.

આ ઝોનમાં લોકો ખૂબ જ ગીચ વિસ્તારમાં રહે છે, તેથી જાે ત્યાંના સ્થાનિકોને થોડા લક્ષણો દેખાય કે તરત જ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે તેમને કોવિડ કેર સેન્ટરમાં મોકલી દેવાતા હતા. શરૂઆતમાં તો આરોગ્ય અધિકારીઓને સ્થાનિકોની નફરતનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ બાદમાં સ્થાનિક નેતાઓની સમજાવટ બાદ સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું કે, ‘મે મહિનાની શરૂઆત સુધીમાં ૧૨ લાખની વસ્તી ધરાવતા સેન્ટ્રલ ઝોનમાં કેસો અને મોતની સંખ્યા ઘણી વધારે હતી. ૬૦ જેટલી આરોગ્યની ટીમોએ ડોર-ટુ-ડોર સર્વિલાન્સ કરતાં કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હતો.

આ ટીમોએ અત્યારસુધીમાં દરેક ઘરની ૨૦ વખત મુલાકાત લીધી છે. આ કારણથી જ વહેલી તકે તપાસ કરવામાં મદદ મળી’. તેમણે વધુમાં કહ્યું કે, ‘સૌથી પહેલા અમે અર્બન હેલ્થ સેન્ટરોમાં ર્ંઁડ્ઢ શરૂ કર્યું અને બાદમાં ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અત્યારસુધીમાં ૪.૫ લાખમાંથી ૯૮,૦૦૦  સ્ક્રીનિંગ સેન્ટ્રલ ઝોનમાં છે’. ‘ટીમોએ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકો, સીનિયર સિટિઝન તેમજ બાળકોનું ખાસ ધ્યાન રાખ્યું હતું.

જેઓ ધન્વંતરી રથ સુધી આવી શકતા નહોતા તેમને ઘરે જઈને તબીબી સહાય આપવામાં આવી હતી’, તેમ જમાલપુર-ખાડીયાના કોગ્રેંસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું. જેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘શરૂઆતના દિવસોમાં, કોવિડ -૧૯ વિશે વધારે જાગૃતિ નહોતી. આ સિવાય ડરનો માહોલ પણ હતો. લોકો સાથે વાતચીત કરવા દરમિયાન આરોગ્ય ટીમો અને પોલીસને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હું ડોર-ટુ-ડોર લોકોને મળવા ગયો હતો અને બીમારીથી ન ડરવા વિશે સમજાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.