Western Times News

Gujarati News

મુંબઈની સૌથી મોટી ઝુંપડપટ્ટી  ધારાવીને કોરોના મુક્ત જાહેર કરાઈ

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે.

વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છે. યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે, તેવું (વર્લ્ડ હેલ્થ ઓગેનાઈઝેનશ)ના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે. ટેડ્રોસ મુજબ, કોરોનાવાઈરસને કન્ટ્રોલ કરવો પણ સંભવ છે. તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપી કહ્યું કે, આ તમામ સ્થળે સ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ ઝડપી કાર્યવાહીને લીધ સ્થિતિ હાલ કાબુમાં છે. ટ્‌વીટ કરીને પણ આ વાત જણાવી છે. જે સ્થળે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે ત્યાં સંક્રમણ વધી રહ્યું છે

ચીફનું કહેવું છે કે, કમ્યૂનિટી એંગેજમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેટિંગ અને તમામ બીમાર વ્યક્તિ પર ફોકસ રાખીને કોરોનાની ચેઈનને તોડી શકાય છે અને સંક્રમણ પર સંપૂર્ણ રીતે રોક લગાવી સંભવ છે. દરેક દેશની કેટલીક લિમિટ હોય છે. જે સ્થળોએ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે ત્યાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. તે સંજોગોમાં જો તમામ લોકો એકતા અને સતર્કતા રાખે તો ફાયદો થઈ શકે છે. ભીડવાળી જગ્યાએ સંક્રમણ રોકીને બીજા લોકડાઉનથી બચી શકાય છે.

ઈમર્જન્સી પ્રોગ્રામના હેડ ડાૅ. માઈક રેયાનનું કહેવું છે કે, હાલની પરિસ્થિતિમાં કોરોનાવાઈરસનો નાશ કરવો એ મુશ્કેલ લાગી રહ્યું છે. ભીડવાળી જગ્યાઓ પર સંક્રમણ રોકીને કોરોનાની બીજી લહેર અને ફરી લોકડાઉન જેવી સ્થિતિથી બચી શકાય છે. દુનિયાના ૧૯૬ દેશોમાં ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધી કોરોનાના ૧.૨૬ કરોડ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી ૫.૫૯ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં ૮.૨૧ લાખ કેસ સામે આવ્યા છે અને ૨૨ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.