Western Times News

Gujarati News

ધનસુરા નજીકની દર્શન હોટલમાં કામ કરતા કર્મચારીનું રહસ્યમય મોત

નાપડા-ખાલસા ગામના ૯ વર્ષીય બાળકની લાશ તળાવ માંથી મળી આવતા ચકચાર

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ તાલુકાના તાલોદ ગામનો અને ધનસુરા નજીક આવેલી દર્શન હોટલમાં નોકરી કરતા યુવકની લાશ હોટલ પાછળ આવેલા ખાળકુવાના ગંદા પાણીના ખાડામાં મળી આવતા ભારે ચકચાર મચી છે યુવકની હત્યા કે આકસ્મિક મોત અંગે રહસ્ય ઘેરાયું છે યુવકની લાશ મળી આવતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ધનસુરા પોલીસ દર્શન હોટલ દોડી આવી હતી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી નજીક આવેલા નાપડા-ખાલસા ગામમાં ૯ વર્ષીય બાળક ગામના અન્ય બાળકો સાથે રમવા ગયાં બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથધરતાં ગામનાં તણાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી.

બાયડ તાલુકાના તાલોદ ગામનો વતની નરેશભાઈ બાબુભાઈ રાઠોડ ધનસુરા નજીક આવેલી દર્શન હોટલમાં નોકરી કરતો હતો બુધવારે યુવક હોટલમાંથી ગુમ થઇ જતા હોટેલના માલિક અને કર્મચારીઓએ શોધખોળ હાથધરી હતી યુવક મળી ન આવતા યુવકના પિતાને હોટેલ સત્તાધીશોએ કરતાં યુવકના પિતા બાબુભાઇ રાઠોડ અને પરિવારજનો હોટલ ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ શોધખોળ હાથધરાતા યુવકની લાશ હોટલ પાછળ આવેલા ખાળકૂવાના ખાડા માંથી મળી આવતાં દર્શન હોટેલ બહાર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ધનસુરા અને જીલ્લાની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ધનસુરા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી યુવકના પરિવારજનોએ યુવકની હત્યા કરી લાશને સગેવગે કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો ધનસુરા પોલીસે એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ગુરુવારે બપોરના સુમારે શામળાજી નાપડા-ખાલસા ગામે રહેતા ભુપત ભાઈ વણજારાનો ૯ વર્ષીય સુમિત નામનો પુત્ર ગામના બાળકો સાથે રમવા ગયા બાદ પરત ન ફરતા બાળકના માતા-પિતાએ અને ગામલોકોએ ગામમાં અને આજુબાજુ શોધખોળ હાથધરી હતી બાળક ની ભાળ ન મળતાં શામળાજી પોલીસને બાળક ગુમ થવા અંગે જાણ કરી હતી

ત્યારે શુક્રવારે સવારે નાપડા ખાલસા ગામમાં આવેલ તળાવમાં ગુમ થયેલ સુમિત વણજારા નામના બાળકની લાશ તરતી હાલતમાં મળી આવતાં પરિવારજનો અને ગામલોકના ટોળેટોળા ઉમટ્યા હતા બાળકના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી  શામળાજી પોલીસે ધટના સ્થળે પહોંચી મૃતક બાળકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.