Western Times News

Gujarati News

નાના એવા ગામના એક જ પરીવાર ત્રણ વ્યકિત કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતુ થયુ

હળવદના ધનાળાને સેનેટાઈઝ કરી માસ્ક વિતરણ સાથે ત્રણ દિવસ સુધી આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયુ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: લોકડાઉન દરમ્યાન કોરોના સંક્રમણથી સંપુર્ણ મુકત રહેલ,હળવદ પંથકમા અનલોક-૧ અને અનલોક-૨ દરમ્યાણ કોરોના એ માથુ ઉચકયુ છે,જેથી ધીરે-ધીરે કોરોના સંક્રમિતના પોઝેટીવ કેસ બહાર આવવા લાગ્યા છે.ત્યારે,હળવદ તાલુકાના ધનાળા ગામે એક જ પરીવારના પતિ-પત્ની અને પુત્ર કોરોના સંક્રમિત થતા,તંત્ર દોડતુ થયુ છે.

આ અંગે માહીતી આપતા ધનાળા ગામના જ રહેવાસી એવા હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યુ હતુ કે,ગામમા એક જ પરીવારના ત્રણ વ્યકતીઓ પતિ-પત્ની અને પુત્ર કોરોનાથી સંક્રમિત થતા,વધુ સંક્રમણ ન ફેલાય તેમજ ભયનો માહોલ ન સર્જાય તેમજ કોરોના સંક્રમણ વધુ પગ પેસારો ન કરે તેની તકેદારી હેતુસર ગામને સેનેટાઈઝ કરી માસ્કનુ વિતરણ કરવામા આવેલ છે,

સાથોસાથ સતત ત્રણ દિવસ સુધી ગ્રામ પંચાયત ખાતે ગામના સ્વયંમ સેવીઓ દ્રારા આયુર્વેદીક ઉકાળો બનાવી ગામ લોકોને નિયમીત પીવડાવામા આવી રહયુ છે.જયારે,તાલુકા વિકાસ અધિકારી અમીત રાવલ,,આરોગ્ય વિભાગ સહીત સંબધીત તંત્ર હાલ ખડેપગે તેમની કામગીરી બજાવી રહયુ છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.