Western Times News

Gujarati News

પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસમાં ૩૦૦ ટકાનો વધારો

Files Photo

જુલાઈ મહીનામાં નોંધાયેલા કેસ પૈકી ૬૪ ટકા કેસ પશ્ચિમમાં કન્ફર્મ થયા  : અનલોકમાં શહેરમાં પરિસ્થિતિ વધુ કફોડી બનવાની દહેશત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈ માસમાં નોંધાયેલા કુલ કેસના ૬૪ ટકા કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે પશ્ચિમમાં મે માસની સરખામણીએ કુલ કેસમાં લગભગ ૩૦૦ ટકાનો વધારો થયો છે.

રાજય સરકારે લોકડાઉન-ચાર દરમ્યાન આપેલી છુટછાટ બાદ પણ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા ન હતા. જયારે અનલોક-૧ બાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ છે. જુન મહીનામાં કુલ ૮૧રર કેસ નોંધાયા હતા. જે પૈકી ઉત્તર ઝોનમાં ૧૪૭પ, પૂર્વઝોનમાં ૧પ૧૭ અને દક્ષિણ ઝોનમાં ૧૧ર૩ કેસ નોંધાયા હતા. જયારે મધ્યઝોનમાં ૭૮ર કેસ કન્ફર્મ થયા હતા.

આમ, અનલોક-૧ દરમ્યાન પૂર્વ વિસ્તારમાં ૪૯૦૦ કેસ નોધાયા હતા. જેની સામે પશ્ચિમઝોનમાં ૧૬૯૧, ઉત્તર પશ્ચિમમાં ૮૦ર અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં ૭ર૮ કેસ નોધાયા હતા જે કુલ કેસના લગભગ ૪૦ ટકા હતા જયારે જુલાઈ મહીનાના પ્રથમ ૧૩ દિવસ દરમ્યાન પશ્ચિમ વિસ્તારમાં ૧ર૯૭ કેસ નોધાયા છે. ૧૩ જુલાઈ સુધી કુલ ર૧૯૭ કેસ કન્ફર્મ થયા છે.

જે પૈકી ૧ર૯૭ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં કન્ફર્મ થયા છે. કે કુલ કેસના લગભગ ૬૪ ટકા થાય છે. અલબત જુન માસમાં પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા કેસની સરખામણીમાં જુલાઈ માસમાં ર૪ ટકાનો વધારો થયો છે. જાેકે ૧૩ જુન અને ૧૩ જુલાઈની સરખામણીમાં વધારો થયો નથી. જુલાઈ માસમાં મધ્યઝોનમાં ૯૩, ઉત્તરઝોનમાં રર૪, પૂર્વ ઝોનમાં ૩૧૩ અને દક્ષિણ ઝોનમાં ર૭૦ કેસ નોંધાયા છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ અનલોક દરમ્યાન પશ્ચિમના વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો છે જેમાં સાબરમતી, વાસણા, નારણપુરા, બોડકદેવ, ગોતા, થલતેજ સહીતના વિસ્તારોમાં ખૂબજ મોટી સંખ્યામાં કેસ બહાર આવી રહયા છે.


મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થતા રેપીડ ટેસ્ટ દરમ્યાન નવા કેસ મળી આવ્યા છે. જુન અને જુલાઈ મહીનામાં પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટરો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે જેમાં બોડકદેવના કોર્પોરેટર કાંતિભાઈ પટેલ અને દિપ્તીબેન અચર કોટીયા, નારણપુરાના સાધનાબેન જાેષી, વેજલપુરના કોર્પોરેટર દિલીપભાઈ બગરીયા અને નવા વાડજના જીગ્નેશભાઈ પટેલ મુખ્ય છે. જયારે કોંગી કોર્પોરેટર હાજીભાઈ તથા તેમના સાથી મહીલા કોર્પોરેટરને પણ ચેપ લાગ્યો હતો.

શહેરમાં ૧૩ જુલાઈ સુધી કોરોનાના કુલ રરર૮ર કેસ નોંધાયા છે જે પૈકી મધ્યઝોનમાં ૪૧૧૭, પશ્ચિમ ઝોનમાં ૩૬૯૩, ઉત્તર ઝોનમાં ૧૬૩૮,
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૬રપ, ઉત્તરઝોનમાં ૩૯૮પ કેસ નોધાયા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મે મહીના બાદ કોરોના વિસ્ફોટ થયો છે. મે મહીનાના અંત સુધી (ર૯ મે) પશ્ચિમ ઝોનમાં ૧૩૬૦, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૦૧ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પર૮ કેસ નોંધાયા હતા. પશ્ચિમના વિસ્તારોમાં ર૯ મે સુધી કુલ રર૮૯ કેસ નોંધાયા હતા જયારે ૧૩ જુલાઈ સુધી કેસની સંખ્યા વધીને ૬૯પ૬ થઈ છે.

આમ, છેલ્લા ૪પ દિવસમાં વિસ્તારમાં ૪૬૬૭ કેસ વધ્યા છે. મે મહીના બાદ પશ્ચિમના વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ છે જે અત્યંત ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. આ જ સમયગાળા દરમ્યાન પશ્ચિમ ઝોનમાં નવા ર૩૩૩, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧ર૩૭ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૦૯૭ કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાના કેસ અને મરણ ઘટી રહયા છે પરંતુ પશ્ચિમના વિસ્તારોમાં કેસ સતત વધી રહયા છે. જેના કારણે આ વિસ્તારમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેતા ડોર ટુ ડોર ટેસ્ટીંગ અને ટ્રેસીંગના કારણે પણ પશ્ચિમના વિસ્તારોમાં કેસ વધી રહયા હોવાનું અનુમાન છે. આ વિસ્તારોમાં કેસ વધી રહયા હોવા છતાં મે અને જુન બે મહીના દરમ્યાન જે “પેનીક” જાેવા મળ્યો હતો તે દુર થયો છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે શહેરમાં કોરોનાના પ્રથમ હોટસ્પોટ અને રેડઝોન કોટ વિસ્તારમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહયો છે. જુલાઈ માસના પ્રથમ ૧૩ દિવસ દરમ્યાન મધ્યઝોનમાં કોરોનાના માત્ર ૯૩ કેસ નોંધાયા હતા.  જયારે જુન મહીનામાં ૭૮ર કેસ કન્ફર્મ થયા હતા. મધ્યઝોનમાં ૧૩ જુલાઈ સુધી કુલ ૪૧૧૩ કેસ નોંધાયા છે.

મે મહીનાના અંત સુધી (ર૯ મે) સુધી મધ્યઝોનમાં કોરોનાના ૩૧૩૯ કેસ નોધાયા હતા . આમ, મધ્યઝોનમાં છેલ્લા ૪પ દિવસ દરમ્યાન કોરોનાના માત્ર ૯૭૮ કેસ નોંધાયા છે. જેની દૈનિક સરેરાશ રર કેસ છે. જયારે આજ સમયગાળા દરમ્યાન પશ્ચિમ ઝોનમાં દૈનિક સરેરાશ પર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ર૮ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ર૪ કેસ નોંધાયા છે. આમ છેલ્લા દોઢ મહિના દરમ્યાન મધ્યઝોનની સરખામણીએ પશ્ચિમ ઝોનમાં બમણા કરતા વધુ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.