Western Times News

Gujarati News

૨ હાઉસકીપરને કોરોના, છતાં રેખાએ ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી

મુંબઇ: સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવી રહ્યો છે. આ મહામારીએ મનોરંજન અને સિનેમા જગતને પોતાનું ઘર બનાવી લીધું છે. બોલિવુડની દિગ્ગજ અદાકારા રેખાના સિક્યોરિટી ગાર્ડ બાદ હવે તેના ૨ હાઉસકીપર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ખબર રેખાના ફેન્સ માટે આંચકાજનક છે. આ લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ રેખાની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. તો રેખા હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

પરંતુ આ વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યાં છે કે, રેખાએ બીએમસીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે. તેઓએ કહ્યું કે, હું ખુદથી આ ટેસ્ટ કરાવીશ અને રિપોર્ટ સોંપીશ. એટલું જ નહિ, રિપોર્ટસ મુજબ એમ પણ માલૂમ પડ્યું છે કે, રેખાએ બીએમસીની ટીમને પોતાના ઘરમાં સેનેટાઈઝર છાંટવાની પણ ના પાડી દીધી. તેના બાદ ટીમે તેમના ઘરની બહાર સેનેટાઈઝર છાંટ્યું હતું.
પરંતુ બાદમાં બીએમસીની ટીમે રેખાના ઘરની બહાર કન્ટેનમેન્ટ એરિયાનું બોર્ડ લગાવી દીધું છે અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, રેખા તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. બોલિવુડમાં તેજીથી કોરોના ફેલાઈ રહ્યો છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેના પરિવાર સહિત અનેક હસ્તીઓ આ બીમારીની ઝપેટમાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.