Western Times News

Gujarati News

ખામીયુક્ત ફ્યુઅલ પંપ મફતમાં બદલી આપવા મારૂતિ, ટોયોટાએ 1.41 કારો પરત બોલાવી

નવી દિલ્હી, દેશની સૌથી મોટી કારનિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા(એમએસઆઇ) ખામીયુક્ત ફ્યુઅલ પંપને પગલે ૧,૩૪,૮૮૫ વેગનઆર અને બલેનો કાર પરત બોલાવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા મફતમાં ખામીયુક્ત ફ્યુઅલ પંપ બદલી આપશે. ટોયોટા કિર્લોસ્ટર મોટર(ટીકેએમ)એ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ૬૫૦૦ પ્રિમિયમ હેચબેક ગ્લાન્ઝા પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. આ કારમાં પણ ખામીયુક્ત ફ્યુઅલ પંપની સમસ્યા સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  એમએસઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે સ્વૈચ્છિક રીતે ૧૫ નવેમ્બર, ૨૦૧૮થી ૧૫ ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન મેન્યુફેક્ચર થયેલી વેગનઆર(૧ લિટર) કારોને પરત બોલાવશે. આ ઉપરાંત ૮ જાન્યુઆરી, ૨૦૧૯થી ૪ નવેમ્બર, ૨૦૧૯ની વચ્ચે મેન્યુફેકચર થયેલી બલેનો(પેટ્રોલ) કારને પરત બોલાવશે.

એમએસઆઇએ વધુમાં જણાવ્યું છે કે કંપની ૫૬,૬૬૩ વેગનઆર કારો અને ૭૮,૨૨૨ બલેનો કારોની સમીક્ષા કરશે. ખામીયુક્ત ફ્યુઅલ પંપ મફતમાં બદલી આપવામાં આવશે.  કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખ વચ્ચેની કારોના માલિકોનો કંપનીના સત્તાવાર ડીલરો સંપર્ક કરશે. બીજી તરફ ટીકેએમએ પણ જણાવ્યું છે ેક બે એપ્રિલ, ૨૦૧૯થી ૬ ઓક્ટોબર, ૨૦૧૯ની વચ્ચે મેન્યુફેકચર થયેલી ગ્લાન્ઝા કારને પરત બોલાવી તેના ખામીયુક્ત ફ્યુઅલ પંપ મફતમાં બદલી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.