Western Times News

Gujarati News

કંગના રામાવતના સપોર્ટમાં આવી ‘બબીતા’

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ બોલિવુડમાં નેપોટિઝમ અને કેમ્પ અંગેના ઝઘડાએ એક નવું જ રૂપ લઈ લીધું છે. આમાં કંગના રનોટ ખુલીને બોલી રહી છે અને બિંદાસ અંદાજમાં પોતાના વિચારો રજૂ કરી રહી છે. કંગનાએ સુશાંતની મોત માટે ન માત્ર નેપોટિઝમને જવાબદાર ગણાવ્યું પરંતુ તાજેતરમાં જ તેણે પોતાના એક ટીવી ઈન્ટરવ્યુમાં આદિત્ય ચોપરા, કરણ જાેહર અને મહેશ ભટ્ટ જેવા બોલિવુડના કેટલાક મોટા પ્રોડ્યૂસર્સ પર પણ ગંભીર આરોપ લગાવ્યા.

ઈન્ટરવ્યૂમાં કંગના દ્વારા કહેવામાં આવેલી વાતોને સિમી ગ્રેવાલે સપોર્ટ કર્યો હતો અને હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનારી મુનમુન દત્તાએ કંગનાને બહાદુર અને બોલ્ડ મહિલા ગણાવી છે.

મુનમુન દત્તાએ પોતાના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે, ‘આ (કંગના રનોટ) એકદમ બહાદુર અને બોલ્ડ મહિલા છે.’ જણાવી દઈએ કે, તાજેતરમાં જ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ‘આદિત્ય ચોપરા અને તેના દોસ્ત કરણ જાેહરે જાણી જાેઈને સુશાંત સિંહ રાજપૂતને આગળ વધવાથી રોક્યો કારણ કે, તે સતત સારું કામ કરી રહ્યો હતો. આદિત્ય ચોપરાના પ્રાૅડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સે સુશાંત સાથે ત્રણ ફિલ્મોનો કાૅન્ટ્રાક્ટ કર્યો હતો પણ જ્યારે બાદમાં સંબંધો ગયા તો ત્રીજી ફિલ્મ બનાવવાની ના પાડી દીધી.’

કંગનાએ એમ પણ કહ્યું કે, કરણ જાેહરે સુશાંત સાથે ત્રણ વર્ષ મહેનત કરી ફિલ્મ ‘ડ્રાઈવ’ બનાવી. બાદમાં ફિલ્મ માટે ડિસ્ટ્રીબ્યૂટર ન મળી શકવાને કારણે તેને થિએટર્સને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દીધી. કરણે કહ્યું કે, સુશાંત એક ફ્લાૅપ એક્ટર છે અને તેની ફિલ્મ કોઈ ડિસ્ટ્રીબ્યૂટર ખરીદવા માગતા નથી. જ્યારે એવું નહોતું, સુશાંત ‘ધોની’ બાદ મોટો એક્ટર બની ચૂક્યો હતો.

મુનમુન દત્તાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ૨૦૦૬માં આવેલી પૂજા ભટ્ટની ફિલ્મ ‘હાૅલિડે’ માં કામ કર્યું હતું. તેના કરિયરની શરૂઆત ટીવી શો ‘હમ સબ બારાતી’થી થઈ હતી. બાદમાં ‘તારક મહેતા’થી તે ‘બબીતાજી’ પાત્રથી ઘર-ઘરમાં પાૅપ્યુલર થઈ ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.