Western Times News

Gujarati News

દેશી કોરોના રસી Covaxin પર ગુડ ન્યુઝ

Files Photo

પ્રાથમિક ટ્રાયલમાં નથી દેખાયું કોઈ રિએક્શન

નવી દિલ્હી:  દેશમાં વિકસિત કોરોના રસી પર દિલ્હી એમ્સમાં હ્યુમન ટ્રાયલ શરું થઈ ગયું છે. ટ્રાયલના પહેલા દિવસે ૩૦ વર્ષના એક વોલન્ટીયરને આ વેક્સીન આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ રસીકરણ બાદ વ્યક્તિને કોઈ પ્રકારનું રીએક્શન જાેવા મળ્યું નથી અને બે કલાક પછી તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. એમ્સમાં ટ્રાયલ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો. સંજય રાયે કહ્યું કે ‘ટ્રાયલ શુરું થઈ ગયું છે અને ધીરે ધીરે ટ્રાયલમાં વોલન્ટીયર્સની સંખ્યા વધારવામાં આવી છે.’

જાણકારી અનુસાર અત્યાર સુધીમાં ૧૨થી વધુ વોલન્ટીયર્સને મેડિકલ ફિટનેસ મળી ચૂક્યું છે. જે પૈકી બે વ્યક્તિને શુક્રવારે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ એક વોલન્ટીયર વ્યક્તિગત કારણોથી પહોંચી શક્યો નહોતો. એટલે શુક્રવારે ફક્ત એજ વેક્સીન આપવામાં આવી. ડો. સંજય રાયે કહ્યું કે ટ્રાયલનો પહેલો તબક્કો સેફ્ટીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે અમે રસીકરણ બાદ વોલન્ટીયરને બે કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. જ્યારે તેમાં કોઈ પ્રકારનું રિએક્શન જાેવા ન મળ્યું ત્યારે તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ડોક્ટર્સે કહ્યું કે વોલન્ટીયર્સને એક ડાયરી આપવામાં આવી છે. જેને તેમણે મેઇન્ટેન કરવી પડશે. જાે તેમને કોઈ તકલીફ જણાય તો તે અંગે ડાયરીમાં લખવાનું કહેવામાં આવ્યું છે. આ વોલન્ટીયરને ફોલોઅપ માટે ૭ દિવસ પછી ફરી બોલાવવામાં આવશે. પરંતુ આ વચ્ચે તેમને જાે કોઈપણ પ્રકારની સમસ્યા રહે છે તો તેઓ ગમે તે સમયે હોસ્પિટલ આવી શકે છે. એટલું જ નહીં વેક્સીન ટીમ ફોન દ્વારા તેમના સંપર્કમાં રહેશે. તેમનો દૈનિક સંપર્ક રાખીને તમામ માહિતી અને અપડેટ મેળવતા રહેશે. શનિવારે પણ વેક્સીનેશન પ્રોગ્રામ શરું જ રહેશે. આજે ૩-૪ વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવશે.

રસીકરણના કર્યા બાદ તેનો સેફ્ટી રિપોર્ટ એથિક્સ કમિટીને આપવામાં આવશે. કમિટીના રિવ્યૂ બાદ આ ટ્રાયલને આગળ વધારવામાં આવશે. આ વેક્સીનના ફેઝ વન ટ્રાયલમાં લગભગ ૧૦૦ વોલન્ટીયર્સ સામેલ કરવામાં આવશે અને બે ડોઝની આ રસી છે. તેવામાં પહેલા તબક્કાને પૂર્ણ થવામાં લગભગ ૧૫થી ૨૦ દિવસ જેટલો સમય લાગી શકે છે. તમને જણાવી દઈએ કે એમ્સમાં ચાલી રહેલા આ ટ્રાયલમાં લગભગ ૩૫૦૦ લોકો અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.