Western Times News

Gujarati News

IPL જીતવા બ્રૅડ હાૅગે આપી આરસીબીને સલાહ

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પિનર બ્રૅડ હાૅગનું કહેવું છે કે આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રાૅયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ ઘણી લોકપ્રિય છે. આ વર્ષે આઇપીએલની તેરમી સીઝન ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે અને એને માટે ફ્રૅન્ચાઇઝીઓએ તૈયારી પણ શરૂ કરી દીધી.

આરસીબી વિશે વાત કરતાં બ્રૅડ હાૅગે કહ્યું કે ‘આ વર્ષે તેમની પાસે જીતવાની સારી તક છે. તેમની પાસે સારા પ્લેયર્સ છે, પણ દર વર્ષે તેઓ ક્યાંક ને ક્યાંક માર ખાઈ બેસે છે. આ વર્ષે ટીમમાં ઍરોન ફિન્ચનો સમાવેશ થયો હોવાથી હવે તેઓ પાવરપ્લેની ઓવર સારી રીતે રમી શકશે અને મિડલ ઑર્ડરમાં રમવા આવનાર એબી ડિવિલિયર્સ તેમ જ વિરાટ કોહલીનો ભાર ઓછો કરી શકશે.  બોલિંગમાં પણ તેમની પાસે ડેલ સ્ટેન અને કેન રિરચર્ડન જેવા સ્ટ્રાૅન્ગ બોલર છે. ટૂંકમાં તેમની પાસે એક સારી એવી બૅલૅન્સ્ડ ટીમ છે. આ વર્ષે ટુર્નામેન્ટમાં એક સારી સ્ટ્રૅટેજી લઈને તેઓ ઊતરી શકે છે.

મુંબઈ ઇન્ડિયન્સ માટે સારી વાત એ છે કે તેમની પાસે સારા ઑલરાઉન્ડર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેમની પાસે જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા જેવા દિગ્ગજ બોલર છે. હાર્દિક પંડ્યા પણ હવે પોતાની ઇન્જરીમાંથી બહાર આવી ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.