Western Times News

Gujarati News

ક્રિકેટને અલવિદા કહી શકે છે ઑસ્ટ્રેલિયાનો બેટ્‌સમેન ડેવિડ વાૅર્નર !

ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વાૅર્નરે કહ્યું કે, તેને કોવિડ-૧૯ પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ઈન્ટરનેશનલ ક્રિકેટર તરીકે પોતાના ભવિષ્ય અંગે પુનર્વિચાર કરવો પડશે. કોવિડ-૧૯ પ્રતિબંધોને કારણે ખેલાડીઓને ક્વાૅરન્ટાઈનની ચુસ્ત શરતોને પૂરી કરવા પોતાના પરિવાર વિના મુસાફરી કરવી પડશે. બાૅલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ કમબેક કરનારા વાૅર્નરના પરિવારમાં પત્ની કેન્ડાઈસ અને ત્રણ પુત્રીઓ છે.

આ ૩૩ વર્ષીય ખેલાડીએ કહ્યું કે, પરિવારથી દૂર રહેવું સરળ નહીં રહે. વાૅર્નરે કહ્યું કે, ‘નિશ્ચિતપણે ત્રણ દીકરીઓ અને મારી પત્ની મારા કરિયરનો મહત્વનો ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા પરિવાર વિશે વિચારવાનું હોય છે તથા ક્રિકેટ અને આ અચોક્કસ સમયમાં તમારે આ નિર્ણયોને મહત્વ આપવાનું હોય છે.’

તેણે કહ્યું કે, ‘જુઓ અત્યારે કરિયર ચાલુ રાખવા માટે પ્રયત્ન કરતો રહીશ. આ વખતે ટી-૨૦ વર્લ્ડકપ સ્વદેશમાં થઈ રહ્યો નથી. તેને અહીં રમવો અને જીતવો આદર્શ હોત. હવે તેને સ્થગિત કરી દેવાયો છે. જ્યારે ભારતમાં તેનું આયોજન થશે તો મારે તેના પર ફરી વિચાર કરવો પડશે.’

વાૅર્નરે કહ્યું કે, ‘મારે પોતાની સ્થિતિનું આંકલન કરવું પડશે અને શું દીકરીઓ સ્કૂલ જઈ રહી છે ? તેમાંથી ઘણું બધું મારા નિર્ણયનો હિસ્સો છે. આ માત્ર એનાથી જાેડાયેલું નથી કે, મેચ ક્યારે રમાશે અથવા કેટલું ક્રિકેટ રમાશે. આ મારા માટે મોટો પારિવારીક નિર્ણય છે.’
આ મહામારીની વચ્ચે ક્રિકેટને ફરી શરૂ કરવાની દિશામાં કેટલાક પગલાં લેવાયા છે. સંક્રમણથી બચવા માટે ક્વાૅરન્ટાઈનના નિયમો બનાવવામાં આવ્યા છે અને બાયો ઈકો-સિસ્ટમ તૈયાર કરાઈ રહી છે. ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટરોની પાસે પોતાના પ્રાંતોમાં પ્રેક્ટિસ કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.

વિક્ટોરિયામાં કોવિડ-૧૯ના વધતા કેસોને જાેતા વાૅર્નરને લાગે છે કે, આ વિસ્તાર બાૅક્સિંગ-ડે ટેસ્ટ સહિત ઈન્ટરનેશનલ મેચોની મેજબાની ગુમાવી શકે છે. તેણે કહ્યું, ‘આ બધા માટે પડકારજનક છે. અમે સ્થાનીક ક્રિકેટ અંગે વાત કરી. આ સચોટ ઉદાહરણ છે. શું વિક્ટોરિયા શૈફિલ્ડ શીલ્ડ ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં સફળ રહેશે. મને વર્તમાન પરિસ્થિતિઓમાં તે અશક્ય લાગે છે.’

વાૅર્નર અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલા લાલ બાૅલથી પ્રેક્ટિસ માટે બહુ ઓછી તકો મળવાથી પણ ચિંતિત છે કારણ કે, આના પહેલા ટીમે મર્યાદિત ઑવર્સની વધુ મેચો રમવાની છે. ઑસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. ત્યારબાદ વાૅર્નર અને અન્ય કેટલાક ખેલાડીઓ રમશે અને પછી તેમની ટીમને અફઘાનિસ્તાન અને ભારતની મેજબાની કરવાની છે.
તેણે કહ્યું કે, ‘મોટાભાગે તમે સ્વદેશમાં ટેસ્ટ સીરિઝ પહેલા શેફીલ્ડ શીલ્ડમાં બે-ત્રણ મેચો રમવાનું પસંદ કરો છો. એટલે મને લાગે છે કે, ભારતીય ટીમ અને અમારી સ્થિતિ એક જેવી થશે. અમારી તૈયારીઓમાં રેડ બાૅલ ક્રિકેટ શામેલ નહીં થાય અને આવામાં ટેસ્ટ સીરિઝની પહેલા અમારે પ્રેક્ટિસને વધુ સમય આપવો પડશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.