Western Times News

Gujarati News

કુખ્યાત કાલબેલિયા ગેંગના આરોપીને LCB પોલીસે ટીંટોઈ ઓવરબ્રિજ પાસેથી દબોચ્યો

૮ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવણી ખુલી

પ્રતિનિધિ દ્વારાભિલોડા: ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનની કાલબેલિયા ગેંગ ઘરફોડ ચોરી અને તસ્કરીના ગુન્હાઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલી છે સમયાંતરે પોલીસ કાલબેલિયા ગેંગના આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે છે તેમ છતાં જેલવાસ ભોગવ્યા પછી ફરીથી ઘરફોડ ચોરી આચરતી હોય છે હાલ તો કાલબેલિયા ગેંગના મોટા ભાગના આરોપીઓ જેલમાં હોવાથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ ઓવરબ્રીજ નજીકથી પસાર થતા કાલબેલીયા ગેંગના રાહુલનાથ રમેશભાઈ જોગી ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

     અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમારે ચાર્જ સાંભળતાની સાથે જીલ્લામાં નોંધાયેલ વિવિધ ગુન્હાના ભેદ ઉકેલવા લાગ્યા છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસને કાલબેલિયા ગેંગનો સદસ્ય ટીંટોઈ નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા સોમવારે એલસીબી પોલીસે વિવિધ ટિમ બનાવી ટીંટોઈ નજીક વોચમાં ગોઠવાઈ હતી બાતમી આધારિત શખ્શ  ટીંટોઈ ઓવરબ્રીજ પાસેથી પસાર થતા એલસીબી પોલીસે ઓવરબ્રિજ આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી રાહુલનાથ રમેશભાઈ જોગી (રહે,બદલાફળી,ખેરવાડા,રાજસ્થાન) ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ-૪, ભિલોડા પો.સ્ટે.માં નોંધાયેલ-૩ અને શામળાજી પો.સ્ટે માં નોંધાયેલ-૧ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

શામળાજી પોલીસે ઇ-ગુજકોપની મદદથી સગીરાનું અપહરણ કરનાર શખ્શને સગીરા સાથે ઝડપ્યો  શામળાજી ઇન્ચાર્જ પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી આવતા પેસેન્જર વાહનમાંથી એક યુવક અને યુવતી ચાલવા લાગતા પોલીસે શંકાસ્પદ યુવક-યુવતીને અટકાવી યુવકનું નામ પુછતાં ધુલેશ્વર હામજી અહારી (રહે,ભટવાડા,ડુંગરપુર) હોવાનું જણાવતા

પોલીસે આ નામ ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતાં યુવક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો નોંધાયેલ હોવાની સાથે પોલીસ પક્કડથી દૂર હોવાથી શામળાજી પોલીસે ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી સોલા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.