Western Times News

Gujarati News

બ્યુટિક્વીન એશ્વર્યા રાય પાસે હાલમાં નવી કોઇ ફિલ્મો નથી

મુંબઇ, બોલિવુડની બ્યુટીક્વીન તરીકે છાપ ધરાવતી એશ્વર્યા રાય બચ્ચન પાસે પણ હવે કોઇ ફિલ્મની ઓફર આવી રહી નથી જેથી ચાહકો નિરાશ થયેલા છે. એશને ફિલ્મમાં જાવા માટે ચાહકો ઉત્સુક છે. બોલિવુડમાં અભિનેત્રી વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. આવી સ્થિતિમાં નિર્માતા નિર્દેશકો પણ વધારે નાણાં ખર્ચ કર્યા વગર નવી સ્ટારને ફિલ્મમાં લેવા માટે ઉત્સુક છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં બોલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાય બચ્ચન ગ્લેરમર રોલમાં નજરે પડી હતી. ફિલ્મના ગીતને રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા હતા. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી સ્ટોરીના કારણે ફ્લોપ રહી હતી.

અલ્ટ્રા ગ્લેમર રોલમાં એશને જાઇને ચાહકો રોમાંચિત થયા હતા. જા કે ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મમાં એશની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવ પણ નજરે પડ્યા હતા. ફિલ્મના ગીતે ચર્ચા જગાવી હતી. સુનિધી ચૌહાણ દ્વારા ગાવવામાં આવેલા ગીત જવાં હે મોહબ્બતની ધુમ રહી હતી. નવી ફિલ્મમાં એશને જાવા માટે ચાહકોની ઉત્સુકતા હવે વધી ગઇ છે. છેલ્લી ફિલ્મમાં એશ પોપ સ્ટારની ભૂમિકામાં નજરે પડી હતી. જેમાં અનિલ કપુર પણ હતો. લાંબા સમય બાદ બંનેની જાડી સાથે દેખાઇ હતી. અતુલ માંજરેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ફન્ને ખાન ત્રીજી ઓગષ્ટના દિવસે દેશભરમાં ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી. એશ લગ્ન કર્યા બાદ ખુબ ઓછી ફિલ્મ કરી રહી છે. તેની છેલ્લે કરણ જાહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી. ફિલ્મ હિટ સાબિત થઇ હતી. જા કે ત્યારબાદ તે દેખાઇ નથી. તેની પાસે ફિલ્મો કેટલીક છે પરંતુ મોટા સ્ટાર સાથે તે હાલમાં આવી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.