Western Times News

Gujarati News

મેઘરજ તાલુકાના ૫૫ ગામડાઓમાં વીજતંત્રના દરોડા

(૨૭ કનેક્શનોમાં ગેરરીતી ઝડપાયી:૨.૭૫ લાખનો દંડ ફટકાર્યો.)

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ૫૫ જેટલા ગામડાઓમાં યુ.જી.વી.સી.એલના ૫૦ જેટલા કર્મચારીઓની ટીમે વહેલી સવારે તાલુકાના અલગ અલગ ગામડાઓમાં દરોડા કરતા ૨૭ કનેક્શનોમાં ગેરરીતી ઝડપાતા વીજતંત્રએ કુલ રૂ.૨.૭૫ લાખનો દંડ ફટકટા વીજ ચૌરી કરતા અન્ય વીજચોરોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

        મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે છેલ્લા કેટલાય દીવસથી મેઘરાજાએ ખેડુતોને હાથતાળી આપી વરસાદ ખેંચાતા તાલુકાના ખેડુતોએ વરસાદના સહારે કરેલ ખેતી વરસાદ ખેંચાતા મુરજાવા લાગી છે ત્યારે વાવેતર કરેલ ખેતી જળવાઈ રહે તે માટે કુવા અને બૌર ઊપર મોટરો લગાવી ઠેર ઠેર ખેતીના પાકમાં સિંચાઈની કામગીરી ચાલુ કરી છે.

ત્યારે આવા સિંચાઈમાં ખેડુતો વીજચોરી કરી સિંચાઈ કરતા હૌવાનુ જણાતા યુ.જી.વી.સુ.એલ વીજતંત્રની ટીમે મેઘરજ ઘટક-૧ માં આવેલ બાંઠીવાડા,બેલ્યો,રામગઢી,કાલીયાકુવા સહીતના ૩૦ જેટલા ગામડાઓમાં અને મેઘરજ ઘટક-૨ ના જામગઢ, માનડા, મોટીપંડુલી તેમજ રેલ્લાવાડા સહીતના ૨૫ ગામડાઓ મળી કુલ ૫૫ ગામોના વીજકનેક્શનો ચૈક કરવાની કામગીરી હાથ ધરાતા ૬૭૦ જેટલા ખેતી અને રહેણાંકના વીજકનેક્શનો ચેક કર્યા હતા.

જેમાંથી ૨૭ વીજકનેક્શનોમાં ગેરરીતી ઝડપાતા વીજચોરી કરનાર વીજગ્રાહકોને કુલ રૂ.૨.૭૫ લાખનો દંડ ફટકારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં વિજતંત્રએ તગડો દંડ ફટકારતા ખેડુતોને પડતા પર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામતા ખેડુતોને પણ દંડ ભરવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે. (આશિષ વાળંદ મો.૮૧૪૧૬૩૯૦૦૫)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.