Western Times News

Gujarati News

ગુજરાતમાં દરિયો બન્યો તોફાની, આગામી ૪ દિવસ ભારેે વરસાદની આગાહી

Files Photo

અમદાવાદ: વરસાદને લઇ રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ વરસશે. આજથી ચાર દિવસ ગુજરાતમાં મેઘમહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

૪, ૫ અને ૬ ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ૭ ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લા ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. ભારે વરસાદની શક્યતાને જોતા ૫ ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૩ ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં જુલાઇ મહિનામાં ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે જુલાઇ મહિનામાં ૪૨ ટકા વરસાદ પડ્યો છે. જુલાઇમાં અનેક વિસ્તારમાં ઓછો વરસાદ રહ્યો છે. જેમાં સિઝનનો ૪૨.૩૩ ટકા વરસાદ રહ્યો છે. વરસાદ ઓછો રહેતા ખેડૂતો ચિંતામાં છે. આ વર્ષે જુલાઇમાં ૧૩.૮ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ ૧૪.૪ ઇંચ. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ૭.૮ ઇંચ અને સૌરાષ્ટ્રમાં ૧૯.૨ ઇંચ વરસાદ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે.

૪ ઓગસ્ટઃ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ૫ ઓગસ્ટઃ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ૬ ઓગસ્ટઃ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ ૭ ઓગસ્ટઃ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.