Western Times News

Gujarati News

મોડાસા રૂરલ પોલીસે લીંભોઇ નજીક આઈસર ટ્રક માંથી ૨૬ પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા

(તસ્વીર – ઇકબાલ ચિસ્તી ) (પ્રતિનિધિ) મોડાસા,
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશીદારૂ,પશુ તસ્કરી અને વિવિધ કેફી પદાર્થોની મોટાપાયે અસામાજિક તત્વો હેરાફેરી કરી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના વડા મયુર પાટીલે ઘૂસણખોરી અટકાવવા શખ્ત સૂચના આપતા જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવી જતા અસામાજિક તત્વોમાં ભય ફેલાયો છે મોડાસા રૂરલ પોલીસે લીંભોઇ ગામનજીક થી આઈસર ટ્રકમાં ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા ૨૬ પશુઓને ઝડપી પાડી અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨ આરોપીને દબોચવામાં સફળ રહી હતી

ટ્રકમાં મુશ્કેટાટ હાલતમાં ભરેલ ૨૬ બાંધેલ પશુઓને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ.શર્મા અને તેમની ટીમે બાતમીના આધારે લીંભોઇ ગામની સીમમાંથી રવિવારે રાત્રીના સુમારે રાજેન્દ્રનગરથી અમદાવાદ તરફ પશુઓ ભરેલ આઇસર ટ્રક  માં બિનઅધિકૃત રીતે વગર પાસ પરમીટે જીવિત ભેંશ નંગ-૧૧ અને પાડા નંગ-૧૫ ને મુશ્કેટાટ હાલતમાં ખીચોખીચ ભરેલા અને ઘાસચારા પાણીની વ્યવસ્થા કર્યા વગર કતલખાને લઈ જવાતા મળી આવ્યા હતા ભેંશ-પાડા નંગ-૨૬ કીં.રૂ.૧૪૦૦૦૦ /- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૧૦૦૦/- તથા ટ્રકની કીં.રૂ.૭૦૦૦૦૦/- મળી કુલ રૂ.૮૪૧૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ઈરફાન યુસુબ શેખ અને એઝાઝ અબ્દુલ સમદ શેખ ( બંને.રહે,બહેરામ પુરા, અમદાવાદ) ધરપકડ કરી બંને શખ્શો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનયમનં અને પ્રાણીઅત્યાચાર કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.*

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.