Western Times News

Gujarati News

શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે

પ્રતિકાત્મક

અમદાવાદ: કોરોના મહામારીની કોઈ વેક્સીન તૈયાર ન હોવાના કારણે આનુ સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યુ છે. એવામાં સરકારે આદેશ આપ્યા છે કે શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે. બધા શૈક્ષણિક કામકાજ પણ આ દરમિયાન બંધ રહેશે. હવે શાળા-કોલેજોના સંદર્ભમાં રાજ્ય સરકારે ગઈ વખતની જેમ આ વખતે કોઈ દિશા-નિર્દેશ જારી કર્યા નથી.

કેન્દ્ર સરકારે અનલાૅક-૧ અને ૨માં ગાઈડલાઈન જારી કરીને શાળા-કાૅલેજોને બંધ કરીને રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે અનલાૅક-૩માં કાૅલેજોને ૩૧ ઓગસ્ટે સુધી બંધ રાખવાનો આદેશ તો આપ્યો છે પરંતુ આની કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. શાળા કોલેજોના ઓગસ્ટના મહિનામાં જ નથી ખુલતા જોઈ કાૅલેજ સંચાલક, પ્રોફેસર તેમજ કર્મચારી પરેશાન છે.

તેમનુ કહેવુ છે કે જો કાૅલેજમાં કામકાજ શરૂ કરવામાં આવે છે તો સરકારના આદેશના અવગણના થશે પરંતુ કોલેજ ખોલવામાં ન આવ્યા તો પરીક્ષા પણ સમયે નહિ થાય. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ ૩થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો ર્નિણય લીધો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે આ સંદર્ભમાં જીસીઈઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયારીઓ જલ્દી શરૂ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો ઈનકાર કરાયા બાદ સરકાર ગુજરાત કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપશે કારણકે શિક્ષણ સૌનો અધિકાર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.