Western Times News

Gujarati News

ગોધરાના હારેડા ગામેથી રૂ.૩,૬૯,૭૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયા

(તસ્વીરઃ- હબીબ પ્રેસવાલા, ગોધરા)

(પ્રતિનિધિ) ગોધરા, પ્રાપ્ત વિગતો અનુસાર ભારત દેશનું ચલણ જે દેશના અર્થતંત્રને અને વેપારને સંકલનમાં રાખી આર્થીક તમામ વ્યવહારોને કટીબધ્ધ રાખે છે, પરંતુ કેટલાક દેશ વિરોધી તત્વોનુ તેમના અંગત લાભ માટે નકલી ચલણી નોટો બનાવી બજારમાં ફરતી કરી દેતા હોય છે તે સંજોગોને પહોચી વળવા સારૂ પંચમહાલ જીલ્લા રેન્જ આઈ.જી. મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષકશ્રી ડો. લીના પાટીલ, પોલીસ ઈન્સ્પેકટર કે.પી. જાડેજા એસ.ઓ.જી. શાખાનાઓની સુચના અને માર્ગદર્શન આપેલ અને તે દિશામાં તપાસ હાથ ધરેલ અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.ડી.ચૌધરી કાંકણપુર પોલીસ સ્ટેશનનાઓએ બાતમી મળેલ હતી.

ગોધરા તાલુકાના નાકરેજી ગામે રહેતા જગદીશ ઉદેસિંહ ચૌહાણ તથા તેની સાથે બીજા બે માણસો એક સફેદ કલરની મારૂતી ગાડી નં. જી.જે. ૦૬ સી.બી. ૧૧પરમાં સવાર થઈને ભારતીય બનાવટની નકલી ચલણી નોટો લઈને નાકરેજી ગામેથી નર્મદા કેનાલ થઈ ને હારેડા ગામ તરફ નીકળનાર હોય જે બાતમીના આધારે પો. ઈન્સ. આર.ડી. ચૌધરીનાઓ પોસઈ આર.આર. ગોહીલ તથા તેમના સાથેના પોલીસ સ્ટાફ સાથે વોચમાં હતા.

તે દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ગાડીમાં બેસેલા ઈસમોની અંગ ઝડતી લેતા તેઓ પાસેથી ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડી તેઓને પોલીસ સ્ટેશન લાવી તેઓના નામ (૧) રમણસિંહ બલુસિંહ જાદવ (રહે. ગોપરી તા.ડેસર જી. વડોદર) (ર) જગદીશ ઉદેસિંહ ચૌહાણ (રહે. નાકરેજી તા.ગોધરા જી. પંચમહાલ (૩) નટવરસિંહ ભારતસિંહ ચૌહાણ (રહે. અમરેશ્વર તા. ગોધરા જી. પંચમહાલ) અને તેઓ પાસેથી રૂ.૧૦૦ના દરની ર૮રર નંગ, રૂપિયા ર૦૦ના દર રરપ નંગ અને રૂ.પ૦૦ના દરની ૮પ નંગ નોટો કબજે કરીને તેમની સાથે બીજા ફરાર થઈ ગયેલ અજીતસિંહ વાઘજીભાઈ પરમાર રહે. મીઠાપુરા તા. ઠાસરા જી. ખેડા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.