Western Times News

Gujarati News

લોકડાઉનમાં આવક ઓછી થતાં મિડલ ક્લાસની કમર તૂટી: સર્વે

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે દેશના દરેક વર્ગને અસર થઇ હતી પરંતુ સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને થયો છે.સીએમઆઇઇના સર્વે અનુસાર ગતવર્ષની તુલનામાં આ વર્ષે મધ્યમ વર્ગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે. વાયરસના કારણે દેશમાં પણ લાંબુ લોકડાઉન જાહેર કરી કરી દેવામાં આવ્યું. લોકડાઉનના કારણે દેશના દરેક વર્ગને અસર થઇ હતી પરંતુ સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને થયો. આર્થિક રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના એક સર્વે અનુસાર એપ્રિલથી જૂન મહિના દરમિયાન મધ્યમ વર્ગને આવકમાં જોરદાર નુકસાન થયું છે.

સર્વેમાં સંસ્થાએ પાછળ વર્ષમાં આવકમાં થયેલ વૃદ્ધિ અને આ વર્ષે આવકમાં થયેલ વૃદ્ધિની સરખામણી અને સંસોધન કર્યું. સર્વે અનુસાર જે લોકોની આવક માસિક ચાર હજાર રૂપિયાથી પણ ઓછી હતી તેમની આવકમાં કોઈ જ વધારો જોવા મળ્યો નથી, જે લોકોની માસિક આવક ૬ હજાર રૂપિયા હતી તેમની કમાણીમાં એક ટકાનો વધારો થયો છે પાછલા વર્ષમાં ૧૪ ટકા હતો.  એપ્રિલથી જૂન વર્ષ ૨૦૧૯માં પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવક અથવા તેનાથી વધારે કમાણી ધરાવતા અડધાથી વધારે લોકોની કમાણીમાં વૃદ્ધિ થઇ હતી. પરંતુ લોકડાઉનના કારણે આ વર્ષે તેમાં ૧૫નો ઘટાડો થયો છે. ૧૦ લાખ કે તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકોની આવકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે ૧૮થી ૨૪ લાખ રૂપિયા વાર્ષિક કમાણી ધરાવતા લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી. જોકે ગતવર્ષમાં આ વર્ગની કમાણીમાં ૬૫ ટકાનો વધારો થયો હતો. નોંધનીય છે કે ભારતમાં ઉચ્ચ વર્ગ જેમની આવક વાર્ષિક ૩૬ લાખથી વધારે છે તેમની આવકમાં તો લોકડાઉનમાં પણ વધારો થઇ ગયો. જોકે થોડીઘણી અસર આ વર્ગને પણ પડી છે.આ સિવાય લોકડાઉનના કારણે લોકોની આવકમાં કેવી અસર થઇ છે તે આના પરથી જાણી શકાય છે કે ભારતમાં ઇપીએફઓના ૧૩ ટકા ખાતાધારકોએ પોતાના નાણા કાઢી લીધા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.