Western Times News

Gujarati News

૨૧૦૦ કિલોગ્રામનો ઘંટ રામમંદિર માટે તૈયાર થઈ રહ્યો છે

ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરાયું, તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ કરાશે

ઉત્તરપ્રદેશ, દાઉ દયાલ નામના વ્યક્તિ ૩૦ કરતા વધારે વર્ષથી વિવિધ આકાર-પ્રકારના ઘંટ બનાવે છે. પણ, આ વખતે તેમણે પોતાની ટીમ સાથે મળીને અયોધ્યાના રામ મંદિર માટે ૨૧૦૦ કિલોગ્રામના વજનનો ઘંટ બનાવીને ઉત્તરપ્રદેશના જલેસર નગરના તમામ લોકોને ચોંકાવી દીધા છે.

રસપ્રદ વાત એ છે કે જે વ્યક્તિએ તેની ડિઝાઈન તૈયાર કરી છે તે એક મુસ્લિમ કારીગર છે કે જેમનું નામ ઈકબાલ મિસ્ત્રી છે. દયાલે જણાવ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓ ડિઝાઈનિંગ અને પોલિશિંગના કામમાં કુશળતા ધરાવે છે. તેમણે જણાવ્યું કે આવું પહેલી વખત છે કે જ્યારે તેમણે આ પ્રકારના આકાર ધરાવતા ઘંટ પર કામ કર્યું છે.

પોતાની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરતા ૫૬ વર્ષીય મિસ્ત્રીએ કહ્યું કે માત્ર એક ટુકડામાંથી ઉપરથી નીચે સુધીનો આ ઘંટ તૈયાર કરાયો છે. તેમાં અલગ-અલગ ટુકડા જોડવામાં આવ્યા નથી. માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું. ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરવામા આવી રહ્યું છે. તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ થઇ રહ્યો છે. ૨૫ લોકોની ટીમ એક મહિનાથી લગભગ દેશના સૌથી મોટા ઘંટ પૈકી એકના નિર્માણમાં જોડાયેલી છે.

દેશના સૌથી મોટા ઘંટ પૈકીના એક એવા આ ઘંટને બનાવવા માટે ૨૫ કારીગરોની ટીમે મહેનત કરી છે કે જેમાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો હતા. તેમણે સતત એક મહિના સુધી દરરોજ ૮ કલાક કામ કર્યું. આ પહેલા તેમણે ૧૦૧ કિલોગ્રામ વજનનો ઘંટ બનાવ્યો હતો કે જેનો ઉપયોગ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.