Western Times News

Gujarati News

ભરૂચના જાહેરમાર્ગો ઉપરની ખુલ્લી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ

ભરૂચના નગર સેવકો ભૂગર્ભમાં : ચુંટણી આવતા સક્રિય થશે –ગાંધીબજાર ખાતે ભરાયેલા વરસાદી પાણીમાં ખુલ્લી ગટર નજરે ન ચઢતા સાયકલ ચાલક અને એક બાળકી ખાબકી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ નગર પાલિકા હરહમેંશા પીવાના પાણી,બિસ્માર માર્ગ કે પછી ભ્રષ્ટચાર સહીત ના અનેક વિવાદ માં રહ્યું છે.ત્યારે હાલ માં ચાલી રહેલા વરસાદી માહોલ ને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.જેના પગલે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા માર્ગો કોન્ટ્રાકટર ના ભ્રષ્ટાચાર ના પગલે વરસાદી પાણી માં ધોવાઈ જવા પામ્યા છે.તો બીજી તરફ ભરૂચ ના ગાંધીબજારમાં મુખ્ય માર્ગો ઉપર રહેલી ખુલ્લી ગટરો માં વરસાદી પાણી ભરવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહી છે.અહી થી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ આ ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા છે.જેથી આ ખુલ્લી ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા સ્થાનિકો એ વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી કુંભકર્ણ ની નિંદ્રા માં રહેલી પાલિકા અને નગર સેવકો ને જગાડવાનો પ્રયાસ સ્થાનિકો દ્વારા કરવા સાથે રોષ જોવા મળી રહ્યો છે.


વરસાદ ના પગલે શહેર ના મુખ્યમાર્ગો સહીત ના અનેક માર્ગો પાણી માં ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ખાડાઓ પાડતા વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માત નો ભોગ બની રહ્યા છે.ત્યારે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ ફાટાતળાવ થી ચારરસ્તા ખાતે આવેલા ગાંધીબજારના જાહેરમાર્ગો ઉપર ની ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહી છે

અને વાહનચાલકો અને રાહદારીઓ જાહેરમાર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માં ખુલ્લી ગટર નજરે ન ચઢતા ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા છે.જેમાં આ રોડ ઉપર થી સાયકલ ચાલક પોતાની સાયકલ લઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો વેળા ભરાયેલા પાણી માં ખુલ્લી ગટર નજરે ન ચઢતા તે ગટર માં ખાબકી ગયો હતો.

જેને આસપાસ ની દુકાન નજીક બેઠેલા કેટલાક લોકો એ તાત્કાલિક દોડી જઈ તેની સાયકલ ને ઉભી કરી તેને ગટર માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.તો આજ ખુલ્લી ગટર પાસે થી પસાર થતી એક નાની બાળકી ને પણ ખુલ્લી ગટરન દેખાતા તે પણ આ ગટર માં ખાબકી હતી જેને આસપાસ ના લોકો દોડી આવી સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.ત્યારે ફાટાતળાવ થી ચાર રસ્તા સુધી ના માર્ગો ઉપરની ખુલ્લી ગટરો દુકાનદારો,રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની રહી હોવા છતાં ભરૂચ નગર પાલિકા આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

તો નગર સેવકો પણ ભૂગર્ભ માં ઉતરી ગયા હોય તેમ અદ્રશ્ય થયા છે અને આવનાર સમય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી આવતા ની સાથે પુનઃ સક્રિય થશે.ત્યારે આખરે ભોગ તો પ્રજા બની રહી છે.કારણ કે ઠેર ઠેર ખાડા પાડવા અને ખુલ્લી ગટરો માં લોકો ખાબકી રહ્યા છે.તેમ છતાં નગર સેવકો દ્વારા તેનો નિકાલ કરાવવા માં અસમર્થ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય બબત એ છેકે ચોમાસા ના વરસાદી પાણી એ તંત્ર ના ભ્રષ્ટાચાર ની પોલ છતી કરી દઈ શહેર ના મુખ્ય માર્ગો ને ધોઈ નાંખ્યા છે.ત્યારે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવતા માર્ગો ની યોગ્ય ચકાસણી ન થતા દર ચોમાસા માં સમસ્યા સર્જાય છે અને તેનો ભોગ પ્રજા બની રહી છે.ત્યારે પાલિકા દ્વારા માત્ર કામગીરી કરવા પુરતી માર્ગો પર પડેલા ખાડા માં મેન્ટલ નાંખી કામગીરી કરી હોવાનો સંતોષ માણી રહી છે.તો માર્ગ ઉપર નાંખવામાં આવેલા મેન્ટલ કોઈ નો ભોગ ન લે તેની પણ કાળજી પાલિકા એ રાખવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.