Western Times News

Gujarati News

ઉડયન મંત્રી પુરીની વિરૂધ્ઘ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટીસ

નવીદિલ્હી, કેરળના સીપીએમ રાજયસભાના સાંસદ ઇલામરામ કરીમે કેન્દ્રીય ઉડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિરૂધ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટીસ આપી છે તેમણે આ નોટિસ કેરળના તિરૂવનંતપુરમ એરપોર્ટને અદાણી જુથને ભાડે આપવા માટે આપી છે કરીમે રાજયસભાના મહાસચિવ દિપક વર્માને પત્ર લખ્યો છે કે તેઓ નિયમ ૧૮૭ અંતર્ગત આ નોટીસ આપી રહ્યાં છે કારણ કે પુરી જાણી જાેઇને આ મામલે તેમને ખોટી માહિતી આપીને ગૃહને ગેરમાર્ગે દોર્યા છે.

કેરળ સરકારે પણ એરપોર્ટે ખાનગી હાથમાં સોંપવાનો વિરોધ કર્યો છે આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નારાજગી વ્યકત કરતા પત્ર લખીને કહ્યું કે આ નિર્ણય નવી દિલ્હીમાં વડાપ્રધાન સાથેની વ્યક્તિગત બેઠક દરમિયાન આપવામાં આવેલી ખાતરીની વિરૂધ્ધ છે.

 

પત્રમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે તિરૂવનંતપુરમ સહિત ત્રણ વિમાન મથકો ૫૦ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપવાનું ૨૦૦૩માં ભારત સરકાર દ્વારા અપાયેલી ખાતરીની વિરૂધ્ધ છે ભારત સરકારની ખાતરી બાદ જ કેરળ સરકારે આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બનાવવા માટે ૨૩.૫૭ એકર જમીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓથોરિટીને આ શરતે આપી હતી કે જમીનના ભાવે એરપોર્ટના સંચાલન માટે વિશેષ હેતુ વાહન રાજયની શેર મુડી તરીકે સામેલ કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા એકપક્ષીય નિર્ણયને ધ્યાનમાં રાખીને તેમની સરકાર સંપૂર્ણ રીતે સહકાર આપી શકશે નહીં.

૧૯ ઓગષ્ટે કેન્દ્ર સરકારે દેશના ત્રણ એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવાની મંજુરી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જયપુર ગુવાહાટી અને તિરૂવનંતપુરમ એરપોર્ટને પીપીપી મોડેલ અંતર્ગત ૫૦ વર્ષ માટે સીઝ પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.