Western Times News

Gujarati News

મચ્છરોના સામના માટે ૭૫ કરોડ મચ્છર હવામાં છોડાશે

ભવિષ્યમાં મોટી આફતની દહેશતઃ યોજનાની ટીકા કરતાં તેને લોકોએ સાર્વજનિક ‘જુરાસિક પાર્ક પ્રયોગ’ ગણાવ્યો

વોશિંગ્ટન, અમેરિકાએ મચ્છરોથી બચવા માટે મચ્છરોનો સહારો લેવાનું નક્કી કર્યું છે. મચ્છરોના ત્રાસ પછી અમેરિકાએ લેબોરેટરીમાં જેમનું જેનેટિકલ સ્ટ્રકચર બદલી નાખવામાં આવ્યું છે તેવા મચ્છરોને હવામાં છોડવાનો ર્નિણય કર્યો છે. આ રીતે ૭૫ કરોડ મચ્છરને હવામાં છોડાશે. આમ કરવા પાછળનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે. આ યોજનાને લીલીઝંડી આપતા પહેલાં તેના પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે. પર્યાવરણ સંગઠનોએ તેને લઈને વિપરીત પરિણામો આવવાની ચેતવણી આપી હતી. એક સમૂહે આ યોજનાની ટીકા કરતાં તેને સાર્વજનિક ‘જુરાસિક પાર્ક પ્રયોગ’ ગણાવ્યો છે. પર્યાવરણ કાર્યકર્તાઓએ પર્યાવરણ તંત્રને નુકસાન થવાને લઈને ચેતવણી આપી છે.

જોકે, આ યોજનામાં સામેલ કંપનીએ કહ્યું છે કે આને લઈને મનુષ્યો અથવા પર્યાવરણ પર કોઈ જોખમ નથી. કંપનીએ સરકાર સમર્થિત સંશોધનોનો હવાલો આપ્યો છે. આ યોજનાને ૨૦૨૧માં ફ્લોરિડા કીઝ (દ્વીપની રેખા)માં લાગુ કરવાની યોજના છે. સ્થાનિક નિયામકોની પરવાનગીના અનેક મહિનાઓ પછી તેને લાગુ કરવામાં આવશે. મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ એજન્સીએ આનુવંશિક રૂપે બદલવામાં આવેલા નર એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરો બનાવવા માટે કહ્યું હતું. આ મચ્છરોને ઓએક્સ૫૦૩૪ નામથી પણ ઓળખવામાં આવે છે.

એડીઝ ઈજિપ્તી મચ્છરને મનુષ્યોમાં ડેન્ગ્યુ, ઝિકા, ચિકનગુનિયા અને પીળા તાવ જેવી જીવલેણ બીમારી ફેલાવવા માટેના કારણ તરીકે માનવામાં આવે છે. ફક્ત માદા મચ્છર જ મનુષ્યોને કરડે છે કારણ કે એમને ઈંડા આપવા માટે લોહીની જરૂર હોય છે. આ યોજનામાં નર મચ્છર બનાવવાના છે, જે જંગલી માદા મચ્છર સાથે મળી સંભવતઃ નવી જાતિ પેદા કરશે. આ નર મચ્છરોમાં એવું પ્રોટીન છે જે માદા મચ્છરોને એમની કરડવાની ઉંમર સુધી પહોંચતાં પહેલાં જ મારી દેશે. નર મચ્છર ફક્ત પરાગ પર ર્નિભર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.