Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પાંચ સભ્યોની સમિતિ બનાવી

નવીદિલ્હી, કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જારી કરવામાં આવેલા અધ્યાદેશ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં ગાંધી પરિવારના પાંચ નજીકના નેતાઓને જગ્યા આપવામાં આવી છે જયારે ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્માને બહાર રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક દરમિયાન ગુલાન નબી આઝાદને લખેલ પત્રને લઇ હંગામો પણ થયો હતો.  પાર્ટીના મહામંત્રી કે સી વેણુગોપાલ દ્વારા ૨૬ ઓગષ્ટે ગસ્તાક્ષરિત એક યાદી અનુસાર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર મુખ્ય અધ્યાદેશો પર વલણ પર ચર્ચા કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરીછે આ સમિતિમાં જે નેતાઓને રાખવામાં આવ્યા છે તેમાં પી ચિદમ્બરમ,દિગ્વિજયસિંહ,જયરામ રમશે ડો અમરસિંહ અને ગૌરવ ગોગોઇ સામેલ છે આ સમિતિના સંયોજનની જવાબદારી જયરામ રમેશને સોંપવામાં આવી છે આ કમિટી કેન્દ્ર તરફથી જારી મુખ્ય અધ્યાદેશો પર ચર્ચા અને પાર્ટીનું વલણ નક્કી કરવાનું કામ કરશે.

એ યાદ રહે કે બે દિવસ પહેલા સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક સભ્યોએ પત્ર લખનારા નેતાઓને ભાજપના સમર્થક બતાવ્યા હતાં કહેવાય છે કે આઝાદ આ આરોપોથી નારાજ છે અને તેમણે ત્યારે પણ આ આરોપોને બેબુનિયાદ બતાવ્યા હતાં અને રાજીનામુ આપવાની પેશકશ કરી હતી પત્ર લખનારા બીજા નેતાઓએ પણ આ આરોપોને રદિયો આપ્યો હતો. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં હંગામા બાદ ગાંધી પરિવાર ડેમેજ કંટ્રોલની કવાયતમાં લાગી ગયું છે પત્ર લખનારા અસંતુષ્ટ જુથનું નેતૃત્વ કરનારા ગુલામ નબી આઝાદને મનાવવા માટે સોનિયા ગાંધીએ મોરચો સંભાળ્યો છે બેઠક બાદ તરત જ રાહુલ ગાંધીએ પણ ગુલામ નબી આઝાદથી વાત કરી મતભેદો દુર કરવાનો પ્રયાસ કર્યો હતો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આઝાદને ફોન કર્યો હતો અને મતભેદો દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.સુત્રોનું કહેવુ છે કે પાર્ટીમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી અને થોડા દિવસમાં કંઇક નવાજુની થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.