Western Times News

Gujarati News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું પદ પરથી રાજીનામું

ટોક્યો, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતનું કારણ આગળ ધરીને આબેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર છે અને થોડા સમય પહેલા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૧માં પૂર્ણ થવાનો હતો. સોમવારે આબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ તોડી ચૂક્યા હતા.

કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે એ મોદીના ખાસ મિત્ર છે.

આબેએ બે વખત હોસ્પિટલની મુલાકાત લેતા ચોતરફ ચર્ચાના વર્તુળો ઘેરાયા હતા કે નવી ચૂંટણી થશે અથવા આબે રાજીનામું આપશે. છેલ્લા એક વર્ષથી આબે ક્રોનિક રોગ અલ્કેરેટિવ કોલાઇટિસ(આંતરડા પર ચાંદાની બિમારી) સામે લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ૨૦૦૭માં શિન્ઝો આબેએ પોતાના સ્વાસ્થ્યને કારણે અચાનક પહેલા કાર્યકાળમાં રાજીનામુ આપી દીધું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.