Western Times News

Gujarati News

લંડનમાં ધ ચીફ ઑફ એર સ્ટાફ્સ એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સ 2019 

અમદાવાદ,  ધ ચીફ ઑફ એર સ્ટાફ્સ એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સ 2019નું આયોજન 17 થી 18 જુલાઈ, 2019 સુધી  થયું હતુંએનો ઉદ્દેશ મુખ્ય વ્યૂહાત્મક પડકારો ઝીલવાનો તથા હવાઈ અને અંતરિક ક્ષમતાની આધુનિકતા તરફ અગ્રેસર થવાનો હતોએર માર્શલ એચ. એસ. અરોરા એવીએસએમ એડીસીએર ઓફિસર કમાન્ડિંગઇનચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે ભારતીય વાયુદળમાંથી કોન્ફરન્સમાં હાજરી આપી હતી
આ કોન્ફરન્સમાં 39 દેશો અને નાટોનાં આંતરરાષ્ટ્રીય એર ચીફ અને મિલિટરી કમાન્ડરો ઉપસ્થિત હતાંવાયુદળ અને અંતરિક્ષ ઉદ્યોગનાં તમામ ક્ષેત્રોમાંથી ઉચ્ચ રેન્કિંગ ધરાવતાં પ્રતિનિધિઓબિઝનેસ લીડર્સ અને વ્યવસાયિકો પણ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સની થીમ મલ્ટિડોમેન ઓપરેશન્સ ફોર ધ નેક્સ્ટ જનરેશન એર ફોર્સ હતીકોન્ફરન્સ દરમિયાન વિકસતી ટેકનોલોજીઓ તથા એરસ્પેસસાયબર અને આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સીનાં ક્ષેત્રોમાં નવીનતા માટેની તકોને રજૂ કરવામાં આવી હતી
આ કોન્ફરન્સની સાથે સાથે એર માર્શલ એચ એસ અરોરાએ ઓસ્ટ્રેલિયન એર ફોર્સનાં જોઇન્ટ ઓપરેશન્સનાં ચીફ એર માર્શલ મેલ હુપફેલ્ડ અને ઇઝરાયેલ એર ફોર્સનાં કમાન્ડર મેજર જનરલ અમિકામ નોર્કિન સાથે પારસ્પરિક હિત અને સહકારનાં વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટ કરી હતીતેઓ આરએએફનાં ડેપ્યુટી કમાન્ડર (કેપેબિલિટીએર માર્શલ એન્ડ્રૂ ટર્નર અને અન્ય મિત્ર દેશોનાં મિલિટરી કમાન્ડર્સને પણ મળ્યાં હતા.કોન્ફરન્સમાં સબથ્રેસ્હોલ્ડ અને ગ્રે ઝોનની સ્થિતિમાં એર અને સ્પેસ પાવરની ઉપયોગિતા દર્શાવવામાં આવી હતીજેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં વધારો સામેલ હતીજે વાસ્તવિક ઘર્ષણની શરૂઆત માટે જવાબદાર કારણ કરતાં વધારે નુકસાનકારક હોય કે સીધી સૈન્ય કાર્યવાહી હોય.આ મુલાકાત દરમિયાન એર માર્શલ એચ એસ અરોરાએ ધ રૉયલ ઇન્ટરનેશનલ એર ટેટ્ટૂ (આરઆઇએટી)માં સામેલ થયાં હતાંજેમાં 25 દેશોનાં 245વિમાનો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યાં હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.