Western Times News

Gujarati News

સૌરભ પટેલની આંખો સમક્ષ યુવક શરીર પર પેટ્રોલ છાંટે તે પહેલા પોલીસની સમયસૂચકતાથી આત્મવિલોપનની ઘટના અટકી 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સમગ્ર રાજ્યવ્યાપી આરંભાયેલા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ખેડૂત જાગૃતત્તા અને માર્ગદર્શક કાર્યક્રમ ઉર્જામંત્રી શ્રી સૌરભાઇ પટેલની અધ્યક્ષતામાં ધનસુરા માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો.કાર્યક્ર્મ પહેલા ઉર્જા મંત્રી ધનસુરાની જે.એસ.મહેતા હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારે આજ સ્કૂલે કરેલ ગેરકાયદેસર બાંધકામની રજુઆત કરવા ધનસુરાની રામનગર સોસાયટીમાં રહેતો ધવલ પટેલ નામનો યુવક પહોંચ્યો હતો અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને કલેકટરની ઉપસ્થિતિમાં સ્કૂલે કરેલ બાંધકામની રજુઆત કરતા કલેક્ટર અને ઉપસ્થિત તંત્રના અધિકારીઓએ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જણાવતા યુવકને લાગી આવતા યુવકે બેગમાં રાખેલ પેટ્રોલ શરીર પર છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરતા ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસે સમયસૂચકતા વાપરી યુવકને અટકાવ્યો હતો યુવકની અટકયાત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થતા યુવકને જામીન પર છોડી દીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,ધનસુરાની રામનગર સોસાયટીમાં રહેતો ધવલ કુમાર વિનોદ ભાઈ પટેલ નામનો યુવક ધનસુરામાં આવેલી ખુબ જ જાણીતી શ્રી જે.એસ મહેતા હાઈસ્કૂલ દ્વારા ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેતા આ અંગે તંત્રમાં વારંવાર લેખિત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડે કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ધનસુરા સરકારી કાર્યક્રમ પહેલા જે સ્કૂલના ગેરકાયદેસર બાંધ કામ અંગે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં તંત્રે આંખ આડે કાન કર્યા હતા તે શૈક્ષણિક સંસ્થાની મુલાકાતે  ઉર્જા મંત્રી સૌરભ પટેલ પહોંચ્યા હતા આ અંગેની જાણ યુવકને થતા તાબડતોડ શૈક્ષણિક સંકુલમાં પહોંચી સૌરભ પટેલને રજુઆત કરતા આ સ્થળે ઉપસ્થિત કલેકટરે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવતા યુવકે તંત્રમાં કરેલ વખતો વખત લેખિત રજૂઆતની અરજી બતાવવાની સાથે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ઉપવાસ પર ઉતર્યો હોવાની રજુઆત કર્યા બાદ યુવક એકાએક તેની સાથે રહેલ બેગમાંથી પેટ્રોલ કાંઢી શરીરે છાંટવા જતા હડકંપ મચ્યો હતો સ્થળ પર હાજર પોલીસે યુવક આત્મવિલોપન કરે તે પહેલા સમયસૂચકતા વાપરી યુવકને અટકાવ્યો હતો યુવકની અટકયાત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થતા યુવકને જામીન પર છોડી દીધો હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.