Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા

કિનારાના ગામોમાં નદીમાં માછીમારોને માછીમારી કરવા નહી જવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી.

(વિરલ રાણા દ્વારા ભરૂચ, ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા વિસ્તારના ગામોને ઝઘડીયા મામલતદાર દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપી એલર્ટ કરવામાં આવ્યા છે.શનિવારની સાંજે સરદાર સરોવર ડેમ ખાતે થી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય માછીમારોને નર્મદામાં માછીમારી નહી કરવા જવા સૂચના અપાય છે.

ઝઘડીયા મામલતદાર આજરોજ ઝઘડિયા તાલુકાના મુલદથી પાણેથા,ઈન્દોર,નાના વાસણા સુધી નર્મદા કિનારાના તમામ ગામડાઓને સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવતા પાણી છોડવામાં આવનાર હોય જેથી જળ સ્તર ઉંચુ આવતુ ‌હોય એલર્ટ કરવામાં આવ્યા છે.ઝઘડીયા મામલતદાર દ્વારા જણાવાયું છે કે શનિવારની સાંજના ૫.૦૦ કલાકે સરદાર સરોવર ડેમ માંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે જે વધીને આઠ લાખ ક્યુસેક પાણી સુધી જઈ શકે તેમ છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જે બાબતે નર્મદા કિનારાના ગામોમાં તાત્કાલિક આ બાબતની જાગૃતિ ફેલાવી નદીના પટમાં માછીમારો માછીમારી કરવા ના જાય તે માટે તાત્કાલિક સૂચનાઓ આપી છે.આ ઉપરાંત સ્થળાંતર કરવાની જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવા તમામ ગ્રામ પંચાયતોના તલાટીઓને જણાવાયું છે.ઝઘડિયા તાલુકાના નાના વાસણા,ઈન્દોર,પાણેથા,વેલુગામ,અશા,અવિધા,જુના પોરા,ઝઘડિયા, રાણીપુરા,  ઉચેડિયા,ગોવાલી,મુલદ વિગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.આ લખાય છે.

ત્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ઝઘડીયા થી કબીરવડ જતો રસ્તો નર્મદા નદીમાં જળસ્તર વધતા બંધ થયો છે.રસ્તો બંધ થતાં બેટ પર ખેતી માટે જતા ખેડુતોને મુશ્કેલી વધી છે.ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં આવેલ અસંખ્ય ગામો નાના ખેડૂતો કિનારા વિસ્તારમાં ખેતી કરતા હોય છે.

ત્યારે હાલમાં મોટાભાગના ખેડૂતો નો કેળાનો પાક તૈયાર છે ત્યારે આવા સંજોગોમાં ડેમ પરથી પાણી છોડવામાં આવતા ખૂબ મોટું નુકસાન ખેડૂતોને જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના કારણે ખેડૂતોને તેના ઉત્પાદિત માલના યોગ્ય બજાર અને ભાવ નહીં મળતા ખેડૂતો આફતમાં મુકાયા હતા ત્યારે પડ્યા પર પાટું જેવો ઘાટ હાલમાં ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કિનારે ખેતી કરતા ખેડૂતોનો થવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.