Western Times News

Gujarati News

બાલાસિનોર અંજુમને દરિયાઈ દારૂલ ઉલુમ ખાતે કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

 મોહસીન વહોરા, સેવાલીયા  : મહીસાગર જિલ્લાના નવાબી નગરી બાલાસિનોર ખાતે તા: ૨૯- ૦૮- ૨૦૨૦ આવેલ મદરેસામાં કોવિડ -૧૯ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી છે. અજુમને દરિયાઈ દારૂલ ઉલુમ ખાતે પ્રાંત અધિકારી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.બાલાસિનોર શહેરમાં આજ રોજ કાલુપુર વિસ્તારમાં દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ માં દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ કમિટી તથા અન્ય સામાજીક કાર્યકર્તાઓનાં સહયોગથી સરકાર માન્ય કોવીડ-૧૯ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.

જેમાં હાલ ૪૦ ખાટલા દર્દીઓ માટે મંજુર કરવામાં આવ્યા છે.કોવીડ- ૧૯ સેન્ટરનુ ઉદઘાટન મૌલાના મુફ્તી જુનૈદ એહમદ મીસ્બાહી સાહબ,માનનીય શ્રી પ્રાંત ઓફીસર સાહેબ બાલાસિનોર શહેર, માનનીય શ્રી તાલુકા હેલ્થ ઓફીસર પરમાર સાહેબ, માનની

ય શ્રી ચીફ ઓફીસર સાહેબ નગર પાલીકા બાલાસિનોર શહેર તથા સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુ સૈયદ)નાં વરદ હસ્તે કરવામાં આવ્યો. જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રાંત ઓફીસર સાહેબ બાલાસિનોર શહેર, શ્રી તાલુકા હેલ્થ ઓફીસર પરમાર સાહેબ, શ્રી ચીફ ઓફીસર સાહેબ નગર પાલીકા બાલાસિનોર શહેર તથા મૌલાના મુફ્તી જુનૈદ મીસ્બાહી સાહબ, ડૉ અબ્દુલમજીત જુબેલીવાળા  હાજર રહ્યા હતા.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તે ઉપરાંત દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ કમિટીનાં તમામ હોદ્દેદારો, શહેર બાલાસિનોરની મસ્જીદોનાં ઈમામ સાહેબ, શહેર બાલાસિનોરના મુસ્લીમ ડૉક્ટર્સ તથા મુસ્લીમ સમાજ નાં આગેવાનો અને સમાજીક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફીસરનાં જણાવ્યા અનુસાર  તારીખ ૩૧/૦૮/૨૦૨૦ , સોમવારથી સરકાર માન્ય કોવીડ-૧૯ સેન્ટરની શરૂઆત થશે જેમાં શહેર બાલાસિનોર તથા આસપાસનાં ગ્રામીણ વિસ્તારનાં લોકોને તદ્દન નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. દર્દીને રીફર કરવામાં આવશે તથા જરૂરીયાત મુજબ ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની પણ ફાણવણી કરવામાં આવશે. હાલ કોવીડ-૧૯ સેન્ટરમાં ૪૦ દર્દીઓનાં ખાટલા ની સુવિધા કરવામાં આવી છે અને ભવિષ્યમાં જરૂર પડે તો શક્ય તેટલા ખાટલા વધારવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.