Western Times News

Gujarati News

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત  રૂા.૩.૪૫ કરોડની લોન ૩૪૫ જેટલા નાના વ્યવસાયકારોના આપવામાં આવી

લુણાવાડા: સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોના વાયરસની મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના પગલાં ભરવામાં આવ્યા હતા. જેના પગલે લોકડાઉન દરમિયાન નાના વ્યવસાયકારોના ધંધા-રોજગાર બંધ રહ્યા જેવા કે નાના વેપારીઓ,દુકાનદારો, કારીગરો અને રીક્ષાચાલકો જેવા વ્યવસાયકારોને વ્યાપક અસરો પડી હતી.રોજી રોટીનો અને આવકનો સામનો કરવો પડયો હતો જેને કારણે તેમના જીવન ધોરણ પર તેની ઘણી માઠી અસરો વર્તાઈ હતી.

તેવા સમયે રાજ્ય સરકારે આ કઠીન પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ પગલાં ભરીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સંકલનમાં પંચમહાલ ડિસ્ટ્રીક બેંક અને જિલ્લામાં આવેલ ક્રેડીટ ક્રોપરેટીવ સોસાયટીઓને જિલ્લાના નાના ધંધા-રોજગાર કરતા નાના વ્યવસાયકારો તરફ થી ૩૪૫ જેટલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગતની લોન મેળવવા અંગેની અરજીઓ મળી હતી તે તમામ અરજીઓને મંજૂર કરી આ નાના વ્યવસાયકારોને રૂપિયા એક લાખની લોન  તરીકે રૂા.૩.૪૫ કરોડની લોન આપવામાં આવી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જેના થકી જિલ્લાના ૩૪૫ જેટલા નાના વ્યવસાયકારોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળતા પોતાના ધંધા રોજગારને પુનઃકાર્યરત કરવામાં આ લોન પ્રાણવાયુ સાબિત થઈ આત્મનિર્ભરતા તરફ લઇ જવા માટે તેમજ અર્થતંત્રની વેગવંતુ કરવામાં મહત્વની ભુમિકા નિભાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.