Western Times News

Gujarati News

પાકિસ્તાની આઇએસઆઇ એજન્ટની મદદ કરનાર કચ્છી યુવક બેવાર પાકિસ્તાન જઇ આવ્યા

ભુજ, આતંકીઓના સોફટ ટાર્ગેટ પર ગુજરાત હંમેશાથી રહ્યું છે ત્યારે ફરી એકવાર પોલીસ તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે પાકિસ્તાનને અડીને આવેલા સરહદી કચ્છના તાર વધુ એકવાર આઇએએસઆઇના નામે ઓળખાતી પાકિસ્તાની જાસુસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતા ચકચાર મચી છે ગત ૧૯ જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલા આઇએસઆઇ એજન્ટ મોહમ્મદ રાશિદ ઇદ્રીશના ખાતામાં પેટીએમ મારફતે જમા થયેલા પાંચ હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુદ્રાના કુંભારવાસમાં રહેતા રઝાક સુમાર કુંભારે જમા કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે.

આ અંગે એનએઆઇએ જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠનની સુચનાના પગલે રઝાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના વ્યક્તિના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા હતાં આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતાં એનઆઇએએ રઝાકના ધરની તપાસ કરીને કેટલાક સંવેદનશીલ દસ્તાવેજાે જપ્ત કર્યા છે આ ઉપરાંત રઝાક વિષે અન્ય ચોકાવનારી વિગતો પણ મળી છે કે રજાક કુંભારે પાકિસ્તાની યુવતી સાથે નિકાહ કર્યા છે અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસુસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હોવાની શકયા છે તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે રઝાક કેટલાય સમયથી આઇએસઆઇ માટે કામ કરતો કચ્છમાં તેની સાથે અન્ય કોઇ એજન્ટ કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પુછપરછ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ ખાતે ત્રાસવાદ વિરોધી દળ અને મિલિટરી ઇન્ટેલિજન્સે સંયુકત ઓપરેશન હાથષ ધરી ગત ૧૯ જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી મોહમ્મદ રાશિદ ઇદ્રીશ નામના ૨૩ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી મૂળ ચંદોલીના મુગલસરાઇના રહેવાસી રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતા હોઇ લગ્ન પ્રસંગે તે ૨૦૧૭ અને ૨૦૧૮માં પાકિસ્તાન ગયો હતો ત્યાં તે આઇએસઆઇ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. નાણાંની લાલચમાં રાશિદે આઇએસઆઇ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વારાણસીના વિવિધ ઘાટ મહત્વના મંદિરો રેલવે સ્ટેશન સીઆરપી કેમ્પ વગેરેની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટ્‌સએપ દ્વારા સામે સરહદની પાર આવેલા પાકિસ્તાનમાં કોઇકને શેર કર્યા હતાં ત્યારે આતંકીઓનું ગુજરાત કનેકશન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસ પણ સક્રિય થઇ ગયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.