Western Times News

Gujarati News

માણાવદરમાં ગત રાત્રીથી આજ સવાર સુધીમાં 5 થી 7 ઇંચ થી વધુ વરસાદે હાહાકાર મચાવી દીધો છે

શહેરમાં 7 નાકરા- જીલાણા 5 , જાંબુડા 6, કતકપરા 5, એમ જુદા જુદા ગામોમાં રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદ ના પગલે શહેરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો તથા શહેર તરફની સાઇડમાં ધોવાણ થયું છે જે જોખમી બની શકે છે.

બાંટવા ખારાડેમના આઠ દરવાજા ખોલી એક વર્ષ ચાલે તેટલો જથ્થો છોડેલ છે .ઓઝત ડેમના દરવાજા ખોલવાના કારણે આંબલીયા ધેડ સહિતના ગામોમાં બે થી ચાર ફૂટ પાણી ધુસી ગયા અને બેટમાં ફેરવાયા છે.
શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.નદી ,ડેમો, વોકળા ભયજનક સ્થિતિ ઓએ વહી રહયા છે. ઉપરથી કાળો કેળ જેવા વરસાદ થી લોકો ભયભીત થયા છે. શું થશે ? 1983 ના પુર હોનારત ની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામા પણ પૂરજેવી સ્થિતિ છે. જીજ્ઞેશ પટેલ માણાવદર 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.