Western Times News

Gujarati News

અદાણી સમૂહના હાથોમાં મુંબઇ એરપોર્ટનું સુકાન રહેશે

નવીદિલ્હી, અદાણી સમૂહ મુંબઇ હવાઇ મથકમાં ૭૫ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરશે આ સંદર્ભમાં સમૂહે કહ્યું કે મુંબઇ વિમાની મથકમાં ભાગીદારીના અધિગ્રહણ માટે તેમનો કરાર થઇ ગયો છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી સમૂહનું લક્ષ્ય દેશની સૌથી મોટા વિમાની મથકના પરિચાલક કંપની બનવાનું છે.મુંબઇ વિમાની થક દેશનું બીજુ સૌથી વ્યસ્ત વિમાની મથક છે.

આ સંદર્ભમાં અદાણી એટરપ્રાઇઝે શેર બજારોને મોકલ યાદીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને જીવીકે એરપોર્ટ ડેવલપર્સના લોનના અધિગ્રહણ માટે કરાર કર્યો છે લોનને ઇકિવટીમાં પરિવર્તન આવશે બંન્ને જ કંપનીઓએ આ સોદાના નાણાંકીય પક્ષનો ખુલાસો કર્યો નથી
અદાણી સમૂહ મુંબઇ વિમાની મથકના જીવીકે સમૂહની ભાગીદારીનું અધિગ્રહણ કરશે અરબપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા સમૂહે કહ્યું કે તેનો મુંબઇ હવાઇ મથકમાં જીવીકે સમૂહની ભાગીદારી ખરીદવા અને નિયંત્રણ હાંસલ કરવાનો કરાર થઇ ગયો છે.

માહિતીમાં કહેવામાં આવ્યું છે કે અદાણી સમૂહ માયલે એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રીકા(એસીએસએ) તથા બિડવેસ્ટની ૨૩.૫ ટકા ભાગીદારીના અધિગ્રહણ માટે પણ પગલા ઉઠાવશે તેના માટે તેને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ ( સીસીઆઇ)ની મંજુરી મળી ચુકી છે.આ સોદો પુરો કર્યા બાદ જીવીકેની ૫૦.૫૦ ટકા ભાગીદારીની સાથે મુંબઇ વિમાની મથકમાં અદાણી સમૂહની ભાગીદારી ૭૪ ટકા થઇ જશે
બંદરગાહ ક્ષેત્રમાં મજબુત પકકડ બનાવ્યા બાદ અદાણી સમૂહ વિમાની મથક પર દાવ લગાવી રહી છે સમૂહને તાજેતરમાં જ છ વિમાની મથકોના પરિચાલનનો ઠેકો મળ્યો છે તેમાં લખનૌૈ,જયપુર ગોવાહાટી અમદાવાદ તિરૂવનંતપુર અને મૈંગલોર સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.