Western Times News

Gujarati News

સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી યોજાશે નહીં

નવીદિલ્હી, રાજયસભા સચિવાલય તરફથી જારી એક જાહેરનામા અનુસાર કોરોના મહામારીના કારણે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનાર ચોમાસુ સત્રમાં કોઇ પ્રશ્નોતરી રાખવામાં આવશે નહીં જાે કે શૂન્યકાળ અને બીજી કાર્યવાહી ગૃહની અનુસુચીના આધાર પર આયોજીત કરવામાં આવશે સંસદમાં ૧૪ સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે જે એક ઓકટોબરે ખતમ થશે
જાે કે સરકારના આ નિર્ણય પર ટીએમસી પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયને વાંધો ઉઠાવ્યો છે તેમણે પોતાના ટિ્‌વટર હૈંડલથી ટ્‌વીટ કરતા લખ્યું સાંસદ સત્રથી શરૂ થવાના ૧૫ દિવસ પહેલા પ્રશ્ન સંસજમાં જમા કરાવે છે સત્રની શરૂઆત ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે તો શું પ્રશ્નોતરી રદ થઇ ગઇ.

તેમણે આગળ લખ્યું કે ૧૯૫૦થી પહેલીવાર વિરોધ પક્ષોના સાંસદ સરકારથી સવાલ પુછવાનો અધિકાર ગુમાવી બેઠા તેમણે લખ્યું કે જયારે સંસદની તમામ કાર્યવાહી પૂર્ણ રીતે ચાલી રહી છે તો પ્રશ્નોતરીને જ કેમ રદ કરવામાં આવી લોકતંત્રની હત્યા માટે મહામારીનું બહાનું બનાવવામાં આવી રહ્યું છે.કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે.  જાહેરનામા અનુસાર જે સભ્ય ચોમાસા સુત્ર દરમિયાન સંસદમાં હાજર રહેશે તેમને કોરોના વાયરસને લઇ આપવામાં આવેલ તમામ ગાઇડલાઇસ અને નિયમોનું પાલન કરવું પડશે તેમાં ૭૨ કલાક પહેલા કોરોના વાયરસનું પરીક્ષણ કરાવવાનું પણ સામેલ છે. સંસદના બંન્ને ગૃહોમાં દૈનિક આધાર પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે પહેલા જ દિવસે એટલે કે ૧૪ સપ્ટેમ્બરે લોેકસભાની કાર્યવાહી સવાર નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી રહેશે તો રાજસભાની કાર્યવાહી ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.