Western Times News

Gujarati News

મતદાન મથકોના પુનઃગઠન અંગે વિવિધ રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

દાહોદ, : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને મતદાન મથકોના પુનઃગઠન અંગે જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં આ મુદ્દે સઘન ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ નવા મતદાન મથકો અંગે પોતાની દરખાસ્તો પણ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં મતદાન મથકોના પુનઃગઠન અંતર્ગત તારીખવાર કરવાની કામગીરી અને તમામ તબક્કાની કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, નવા મતદાન મથકે મૂળભૂત સુવિધાઓ હોવી જરૂરી છે, ચુંટણી પંચની બધી જ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થવું જોઇએ અને રૂબરૂ સ્થળતપાસ થવી અનિવાર્ય છે.

સાથે નાગરિકોમાં નવા મતદાન મથકનો વ્યાપક પ્રચાર પ્રસાર પણ કરવો એટલો જ જરૂરી છે. એક ઘરના તમામ મતદારો એક જ મતદાન મથકે નોંધાયેલા હોય તેની ખાતરી કરવી. બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો અને સંસદસભ્યશ્રી-ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલા નવા સૂચિત સ્થળોની જાત ચકાસણી કરી, નિયમોનુસાર નિર્ણય લઇ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

બેઠક બાદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ખરાડી, ધારાસભ્યશ્રી રમેશભાઇ કટારા, શ્રી સુધીરભાઇ લાલપુરવાળા સહિતના જનપતિનિધિઓ, ચુંટણી અધિકારીશ્રીઓએ ઇવીએમ-વીવીપેટ વેરહાઉસની મુલાકાત લીધી હતી અને ત્યાં મુખ્ય દરવાજા પરના સીલ, સીસીટીવી કેમેરા સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.