Western Times News

Gujarati News

વાત્રક નદીમાં દારૂ ભરેલી ગાડી ખાઈમાં ખાબકતા એકને ઈજા  એક ફરાર

(બુટલેગરો દારુ લઈને નીકળવા જતા બનાવ બન્યો) (પોલીસે સ્વીફ્ટ ગાડી અને દારૂની ૫૭ બોટલો કબ્જે લીધી)

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ ઉન્ડવા,કાલિયાકુવા,સરથુણા,રેલ્લાવાડા હિંમતપુર સહીતના સરહદી વીસ્તારોમાંથી મોટાપાયે દારૂ ગુસાડવાનો સીલસીલો યથાવત છે ત્યારે મેઘરજના સીસોદરા(મે)ગામે આવેલ વાત્રક નદીમાં બુટલેગરો દારૂ ભરેલી ગાડી લઈ ભાગવા જતા કાર નદીમાં ખાબકતા એકને ઈજા થઈ હતી જ્યારે અન્ય એક ઈસમ અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.


મેઘરજ તાલુકાના સીસોદરા(મે)ગામે આવેલ વાત્રક નદીમાંથી મોટાપાયે દારુની સપ્લાય થાય છે ત્યારે હાલમાં ચોમાસાની ત્રૂતુ હોવાથી નદી બે કાંઠે હોવા છતા બુટલેગરો જીવના જોખમે નદી પાર કરી સામીતેડ દારૂ પહોંચાડે છે ત્યારે બુધવારના રોજ રાત્રીના સમયે વાત્રક નદીમાં દારૂ ભરવા આવેલ ઈસમો દારૂની ૫૭ બોટલો લઈ કાર લઈને ભાગવા જતા સામેથી પોલીસ આવી જતા દારૂ લઈ જઈ રહેલ સ્વિફ્ટ કાર વાત્રક નદીમાં ખાબકી હતી અને કાર નદીમાં ડુબવા લાગી હતી

જેમાં ચાલકને શરીરે ગંભિર ઈજાઓ થઈ હતી અને બાજુમાં બેસેલ ઈસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો અને પોલીસે સ્વીફ્ટ કારના ચાલકને ગાડીમાંથી બહાર કાઢતા તેની હાલત ઈજાગ્રસ્ત જણાતા ૧૦૮ ધ્વારા સારવાર અર્થે પોલીસ બંદોબસ્ત સાથે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ગાડીમાં તપાસ કરતા ગાડીમાંૃૃથી અલગ અલગ બ્રાન્ડની દારુ અને ટીનની બટલો નંગ.17 કિંમત રૂ.21600 તથા મોબાઈલ નંગ.1 કિંમત રૂ.1000 તથા પ્રોહીબીશન કામે ઉપયોગમાં લીધેલ સ્વીફ્ટ કાર નં.GJ18 BH 8214 કિંમત રૂ.4,00,000 સહીત કુલ રૂ.4,22,600ના મુદ્દામાલ કબ્જે લઈ મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.પી.ભરવાડે ઇજાગ્રસ્ત ચાલક અને બાજુમાં બેસેલ ફરાર ઇસમ સહીત બે ઇસમો વિરૂધ્ધ ધિ.ગુજરાત પ્રૌહીબિશન એક્ટની કલમ 65AE,116B,81,98(2) તથા ઈપીકો કલમ 279,337 તથા એમવીએક્ટ177,184 મુજબ અર્ધબેભાન અજાણ્યા ચાલક અને ફરાર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આશિષ વાળંદ મેઘરજ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.