Western Times News

Gujarati News

ઝઘડીયા સેવા રૂરલના સ્ટાફમાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ

ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હિતેશ વસાવા ઝપેટમાં.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ એક કોરોના સંક્રમિત કેસ બહાર આવતા કોરોના સંક્રમણ નો આંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૬૬ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે. ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ એક નવો કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવ્યો છે.


ઝઘડિયાના રખા ફળિયામાં રહેતા અને સેવા રૂરલ હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા  હિતેશભાઈ અશોકભાઈ વસાવા ઉ.વ ૩૦ ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૬૬ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં  કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. ઝઘડીયા પીએસસી દ્વારા ૩૦ પરીવારના સર્વે કરી તમામ ૧૪૨ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.