Western Times News

Gujarati News

કચ્છમાં ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાતા ભય ફેલાયો

ભુજ: જામનગ્ર્માં બાદ હવે કચ્છમાં ભૂકંપના સતત આંચકા આવી રહ્યાં છે કચ્છમાં ફરી આંચકાઓનો દોર શરૂ થયો છે.ગઇકાલે બપોરે ૪.૧ની તીવ્રતાનો મોટો આંચકો આવ્યો હતો બીજા આંચકાઓ ચાલુ જ રહ્યાં હતાં અને કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનભવાયા છે આમ કચ્છમાં ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા આવી ગયા છે

કચ્છના દુધઇ,દુદઇ રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે ગઇકાલે કચ્છમાં ૪.૧ની તીવ્રતાનો ભૂંકપ આવ્યા બાદ વધુ ચાર આંચકા આવ્યા હતાં જેમાં રાત્રે ૯.૧૬ વાગે ૧.૬ તીવ્રતાનો આંચકો ભચાઉથી ૯ કિમી દુર,રાત્રે ૧૧.૦૭ વાગે ૨.૫ની તીવ્રતાનો આંચકો રાપરથી ૧૮ કિમી દુર,વહેલી સવારે ૨.૫૩ કલાકે ૧.૨ની તીવ્રતાનો આંચકો દુધઇથી ૧૭ કિમી દુર અને સવારે ૫.૨૧ કલાકે ૧.૯ની તીવ્રતાનો આંચકો દુધઇથી ૧૮ કિમી દુર નોંધાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.