Western Times News

Gujarati News

ઇસ્કોન ચાર રસ્તા પર એએમટીએસની ટકકરથી યુવાનનું મોત નિપજયું

અમદાવાદ: અમદાવાદમાં એએમટીએસના તૌતિંગ પૈડાઓએ ફરી એકવાર અકસ્માત સરજ્યો છે અમદાવદના ઇસ્કોન ચાર રસ્તા પાસે એએમટીએસ બસને અકસ્માત સરજ્યો છે જેમાં એક બાઇકચાલકનું યુવકનું મોત નિપજયું છે. એએમટીએસની રૂટ નં ૫૦૧ ની બસના ડ્રાઇવરે અકસ્માત કર્યો હતો જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. મૃતક અમદાવાદ પુસ્તક લેવા માટે આવ્યો હતો

મળતી માહિતી અનુસારક મૃતક બસીદ ખાન નામનો યુવક ઘ્રાંગધ્રાનો વતની હતો તે પુસ્તકો લેવા માટે સુરેન્દ્રનગરથી પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો તેની સાથે તેના બે મિત્રો હતાં બંને મિત્રો બાઇક પર આગળ હતાં અને બસીદ પાછળ હતો આવામાં ઇસ્કોન ચાર રસ્તા પાસે બસીદની ટકકર બસ સાથે થઇ હતી તેણે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પહેલા જ તેનું માથુ એએમટીએસના પૈડા નીચે આવી ગયું હતું.તેના મિત્રો આગળ નિકળી ગયા હતાં પરકંતુ બસીદ આવ્યો નહીં તો તેઓ ઇસ્કોન પાછા આવ્યા ત્યાં આવીને જાેયું તો બસીદ મૃત્યુ પામ્યો હતો તેના મિત્રો પણ તેનો મૃતદેહ જાેઇ સ્તબ્ધ થઇ ગયા હતાં અને રડી પડયા હતાં પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી શબનો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.