Western Times News

Gujarati News

સવાર-સવારમાં રિયા ના ઘરે એનસીબીની ટીમના દરોડા

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલએ રિયાના ઘરે સવારના સમયે રેડ પાડી છે. કહેવાય છે કે રિયા અને તેના ભાઈ શોવિકની ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ શુક્રવારે મુંબઈ સ્થિત રિયાના ઘરે દરોડા પાડ્યા છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે એનસીબીને આ મામલે ઘણાં પુરાવા મળ્યા છે. રિયા ચક્રવર્તી સાથે સેમ્યુઅલ મિરાંડાના ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. એનસીબીની ટીમ રિપોર્ટ્‌સ મુજબ સવારે લગભગ ૬ઃ૩૦ વાગ્યે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી. આ ટીમમાં લગભગ ૫ સભ્યો છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક

એનસીબીની ટીમ સાથે મુંબઈ પોલીસની ટીમ પણ છે. રિયાના ઘરે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર પર હાજર છે. ડેપ્યુટી ડિરેક્ટરે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે રિયા અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે એનસીબી દ્વારા જે ત્રણ ડ્રગ્સ સપ્લાયર્સની ધરપકડ કરી છે, તેમાં બે અબ્લુલ બાસિત પરિહાર અને જૈદ વિલાત્રાનું શૌવિક સાથે સીધું કનેક્શન સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.