Western Times News

Gujarati News

વિદેશી રોકાણકારો માટે ભારત એક આકર્ષક જગ્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમની ત્રીજી વાર્ષિક સમિટને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના વાયરસની મહામારીએ જણાવ્યું કે ગ્લોબલ સપ્લાય ચેન માત્ર ખર્ચા પર આધારિત હોવી જોઈએ નહીં પણ ભરોસા આધારિત હોવી જોઈએ. આ રીતે તેમણે ઈશારામાં જ ચીન પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત એવી જગ્યાએ છે જ્યાં તમામ ગુણ છે. વિદેશી રોકાણકારો માટે ભારત એક આકર્ષક જગ્યા છે.

અમેરિકાથી લઈને ખાડી દેશો સુધી તમામ દેશ આપણા ઉપર વિશ્વાસ કરે છે. એમેઝોન, ગૂગલ જેવી કંપનીએ ભારત માટે લાંબાગાળાની નીતિઓની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન તેમણે જીએસટી અને શ્રમ સુધારાની પ્રશંસા કરી. કોરોના મહામારી દરમિયાન સામાજિક સુરક્ષા, ગરીબોની રક્ષા માટે સરકારે જે પગલા લીધા તેનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે આર્ત્મનિભર ભારત બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુએસઆઈએસપીએફ, ભારત અને અમેરિકાને નજીક લાવી રહ્યું છે. વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તમામ લોકો પર વૈશ્વિક મહામારીની અસર થશે.

આ આપણી પબ્લિક હેલ્થ સિસ્ટમ, ઈકોનોમિક સિસ્ટમ અને ધીરજની પરીક્ષા લઈ રહ્યું છે. આપણે ક્ષમતા વધારવા, ગરીબોની સુરક્ષા અને નાગરિકોના ભવિષ્યને વધુ સારુ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જાન્યુઆરીમાં આપણી પાસે ૧ ટેસ્ટિંગ લેબ હતી અને હવે દેશમાં ૬૦૦ ટેસ્ટિંગ લેબ છે. આપણે પીપીઈ કિટના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ચૂક્યા છીએ. ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ૮૦ લાખ પરિવારને મફત સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે.

૩૫.૪ કરોડ ખેડૂત અને જરૂરિયાતમંદને કેશ સપોર્ટ કરવામાં આવ્યો. પ્રવાસી મજૂર માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે કોરોનાની મહામારીની દરેક ચીજવસ્તુ પર અસર થઈ છે પણ ૧૩૦ કરોડ ભારતીયોની આકાંક્ષા અને આશા કાયમ છે. ભારત દુનિયામાં સૌથી ઓછા ટેક્સવાળા દેશમાં સામેલ છે. ૧૩૦ કરોડ ભારતીય આર્ત્મનિભર ભારત માટે કામ કરી રહ્યા છે. આર્ત્મનિભર ભારતનો હેતુ ભારતને એક બજારથી મેન્યુફેક્ચરિંગ હબમાં બદલવાનો છે. પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં ભરપૂર તક છે. ભારત યુવાઓ અને સંભાવનાઓથી ભરપૂર દેશ છે. તમે એવા દેશની દેખી રહ્યા છો જ્યાં રાજનીતિક અને નીતિગત સ્થિરતા છે. જે લોકતંત્ર અને વિવિધતા માટે પ્રતિબદ્ધ છે. આવો, અમારી સાથે યાત્રામાં સામેલ થાઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.