Western Times News

Gujarati News

એક અંદાજ અનુસાર 1.3થી 4.6 મિલીયન લોકો હાર્ટ ફેલ્યોરથી પીડાય છે

એબોટ્ટે હાર્ટ ફેલ્યોર અને એન્જિના દર્દીઓ માટેની વન્સ-અ-ડે ઇવાબ્રેડાઇન માટે ડીજીસીઆઇની મંજૂરી મેળવી

  • આ મંજૂરી ભારતમાં ઇવાબ્રેડાઇન માટે સૌપ્રથમ વન્સ-અ-ડે ફોર્મ્યુલેશનનું પ્રતીક છે, જે લાંબા ગાળાના હાર્ટ ફેલ્યોર અને લાંબા ગાળાના સ્થિર એન્જિના[1] માટેની થેરાપીને વળગી રહેવામાં વધારો કરશે
  •  જેમાં ભારતમાં[2] દર વર્ષે 0.5–1.8 મિલીયન નવા કેસ નોંધાય છે
  • ભારતમાં એબોટ્ટના ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં વિકસાવવામાં આવેલ ફોર્મ્યુલેશન ફિઝીશિયનના સરળ ડોઝીંગ માટેની જરૂરિયાત પર આધારિત છે
  • એબોટ્ટની મંજૂરી તબક્કા 3ની ક્લિનીકલ ટ્રાયલના ડેટા પર આધારિત છે.

મુંબઇ, વૈશ્વિક આરોગ્યસંભાળની કંપની એબોટ્ટે આજે જાહેરાત કરી હતી કે તેણે પોતાના વન્સ-અ-ડે ફોર્મ્યુલેશન ઇવાબ્રેડાઇન માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી પ્રાપ્ત કરી લીધી છે. લાંબા ગાળાની સ્થિતિ જેમ કે ભારતમાં હૃદયને લગતા રોગો, સારવારને વળગી રહેવાનું વલણ અત્યંત નીચુ[3], અને દિવસમાં એક કરતા વધુ વખત દવાઓ લેવાની હોય છે, સરળતા એ તમામ દર્દીની જરૂરિયાત બની જાય છે. વધુ સરળ ડોઝીંગ માટેની આ વણસંતોષાયેલી જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એબોટ્ટે ઇવાબ્રેડાઇનની ભારતની સૌપ્રથમ “વન્સ ડેઇલી” પ્રોલોન્ગ્ડ રિલીઝ (પીઆર) આવૃત્તિનું લાંબા ગાળાના હાર્ટ ફેલ્યોર તેમજ લાંબા ગાળાના સ્થિર એન્જિના ધરાવતા દર્દીઓ માટે સુચવવામાં આવી છે. આ ફોર્મ્યુલેશન દર્દીઓ માટે વધુ સુગમ પૂરવાર થશે, જે આરોગ્યાં સુધારો કરવાના હેતુ સાથે સારવારને વળગી રહેવામાં મદદ કરશે. એબોટ્ટ આગામી સપ્તાહમાં ભારતીય બજારમાં ઇવાબ્રેડાઇન પીઆર ટેબ્લેટ્સનું વેચાણ શરૂ કરવા વિચારી રહી છે.

ભારતમાં હાર્ટ ફેલ્યોરથી પીડાતા લોકોની સંખ્યા 1.3થી 4.6 મિલીયનની વચ્ચે હોવાનો અંદાજ છે, જેમાં દર વર્ષે 0.5થી 1.8 મિલીયન નવા કેસ નોંધાય છે[4]. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ અભ્યાસ અનુસાર કોરોનરી હાર્ટ રોગ સંબંધિત વિકલાંગતા[5]ને કારણે અંદાજિત 14.4 મિલીયન પુરુષો અને 7.7 મિલીયન મહિલાઓએ તેમના ઉત્પાદક વર્ષો ગુમાવી દીધા છે.

દેશમાં આ રોગનો બોજો ઊંચો છે ત્યારે સારવારને વળગી નહી રહેવાનું વલણ એક અગત્યનો પડકાર છે. અભ્યાસમાંથી એવું બહાર આવ્યું છે કે ભારતમાં હૃદય રોગ ધરાવતા અનેક લોકો તેમના ડૉકટર દ્વારા લખવામાં આવેલી દવા લેતા નથી અને એઇમ્સના અભ્યાસમાં દર્શાવવામાં આવેલા એક અંદાજ અનુસાર હૃદય રોગ સાથેના 24 ટકા લોકો અને હાયપરટેન્શન સાથેના 50 ટકા લોકો પોતાના ઉપચારને વળગી રહેતા નથી.[6]

પોતાના નવા ફોર્મ્યુલેશન સાથે ઇવાબ્રેડાઇન પીઆર ટેબ્લ્ટેટ્સને રોગના સંચાલન માટે જરૂરી એક કરતા વધુ ડોઝની સામે દિવસમાં એક વખત પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે. એબોટ્ટ દ્વારા ભારતમાં 21 કેન્દ્રો પર હાથ ધરાયેલ તબક્કા 3નો ક્લિનીકલ અભ્યાસ આ ફોર્મ્યુલેશન પર હાથ ધરાયેલ સૌપ્રથમ હતો, જેણે દર્શાવ્યું હતું કે ઇવાબ્રેડાઇન વન્સ-અ-ડે ફોર્મ્યુલેશનની તુલનાત્મક ગુણકારીતા અને સેફ્ટી પ્રોફાઇલ સાથે સ્થિર લાંબા ગાળાના હાર્ટ ફેલ્યોર સાથે પરંપરાગત ઇવાબ્રેડાઇન ટ્વાઇસ-અ-ડે સાથે તુલના કરાશે.

હાર્ટ ફેલ્યોરવાળા દર્દીઓ માટે એક થેરાપી તરીકે ઇવાબ્રેડાઇન વિશે વાત કરતા ડૉ. xyzએ જણાવ્યું હતુ કે, “હાર્ટ ફેલ્યોરનો સામનો કરતા 45 ટકા દર્દીઓ ઊંચો હાર્ટ રેટ (હૃદયના ધબકારા) ધરાવતા હોય છે જેમાં 40 ટકા લોકોને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે. દિવસમાં એક વખત એવા નવા ઇવાબ્રેડાઇનના ફોર્મ્યુલેશન દર્દીઓને ગોળીઓ પરના બોજમાં ઘટાડો કરીને સારવારમાં વળગી રહેવામાં મદદ કરશે. તે તેમના હાર્ટ રેટને અંકુશિત કરવામાં મદદ કરશે અને આમ દવાખાનામાં દાખળ થવાની જરૂરિયાતને ઘટાડશે અને જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.”

આ ફોર્મ્યુલેશન્સને એબોટ્ટના ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ (આઇએન્ડડી) સેન્ટર, મુંબઇ ખાતે વિકસાવવામાં આવ્યા છે. આઇએન્ડડી સેન્ટર એબોટ્ટના ફાર્માસ્યુટિકલ કારોબાર માટે અગત્યનું વૈશ્વિક સંશોધન કેન્દ્ર છે. તેની પરની જાણકારી પ્રવર્તમાન અને સંશોધનાત્મક ટેકનલોજીસ પર આધારિત છે જેથી અર્થપૂર્ણ સંશોધન પૂરા પાડી શકાય. ફિઝીશિયન્સનું જ્ઞાન ઇવાબ્રેડાઇનના વધુ સરળ, વધુ સરળ ડોઝીંગની જરૂરિયાત હોવાનું જણાવે છે, જે વન્સ-અ-ડે ઉકેલમાં પરિણમી છે.

નવા ફોર્મ્યુલેશન પર ટિપ્પણી કરતા એબોટ્ટના રિજીયોનલ મેડીકલ ડિરેક્ટર ડૉ. બાલાગોપાલ નાયરે જણાવ્યું હતુ કે, “દર્દીઓને વણસંતોષાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દવાઓમાં વધારો કરીને આરોગ્યમાં સુધારો કરવાનો અમારો હેતુ છે. થેરાપને વળગી રહેવું તે લાંબા ગાળા હાર્ટ ફેલ્યોર અથવા લાંબાગાળાના સ્થિર એન્જિના ધરાવતા લોકોની એકંદરે તંદુરસ્તીને મહત્તમ બનાવવાનું નિર્ણાયક પરિબળ છે. અમે નવા ડોસેઝ ફોર્મ્યુલેશન વિકસાવવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. સરળ વન્સ-અ-ડે ફોર્મ્યુલેશન સારવારને એકંદરે વળગી રહેવામાં સુધારો કરવામાં મદદરૂપ થશે, જે વધુ સારા આરોગ્યમાં પરિણમશે.”

લાંબા ગાળાના હાર્ટ ફેલ્યોર એ એક પ્રગતિકારક સ્થિતિ છે જેમાં હૃદય શરીરની ઓક્સીજનની માગને પહોંચી વળવા રક્તના પરિભ્રમણને જાળવી રાખવા માટે પૂરતી રીતે ખેંચી શકતુ નથી. લાંબા ગાળાની સ્થિર એન્જિના હાર્ટના સ્ન્યુઓમાં રક્ત પૂરું પાડતી ધમનીઓમાં વિક્ષેપ કે ખેંચાણને કારણે થાય છે. ઇવાબ્રેડાઇન સ્થિર હાર્ટ રેટ જાળવા રાખવામાં મદદ કરે છે અને તેમાં ઊછાળો આવતા રોકે છે, જે લક્ષણોને ઘટાડવામાં અગત્યની પૂર્વજરૂરિયાત છે અને તે બન્ને સ્થિતિઓના રોગના પરિણામના અનુમાનમાં સુધારો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.