Western Times News

Gujarati News

ભરૂચ દૂધધારા ડેરીનું જંબુસર સીટ માટે ઉમળકાભેર ૧૦૦ ટકા મતદાન થતાં રસાકસી જામી

આવતી કાલે શનિવારના રોજ પરિણામ જાહેર થશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણી માટે અગાઉ જાહેરનામું બહાર પડ્યું હતું.જેમાં ૧૫ સીટ માંથી ૧૪ બેઠક બિનહરીફ બની હતી.જયારે આજે જંબુસર બેઠક માટે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ૩૬ મતદારોએ ૧૦૦ ટકા ઉમળકાભેર મતદાન કર્યું હતું.જેથી ચૂંટણીમાં રસાકસી જામી હતી.દૂધધારા ડેરીની જંબુસર બેઠક માટે આમોદ ખેતીવાડી બજાર સમિતિ ખાતે ૧૦૦ ટકા ઉત્સાહભેર મતદાન પૂર્ણ થયું હતું.જંબુસર બેઠક માટે જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ રહે.ભાણખેતર તા.જંબુસર સામે પ્રવીણભાઈ હરિવદન દુબે રહે.કીમોજ તા.જંબુસર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જેનું પરિણામ આવતી કાલે શનિવારે જાહેર કરવામાં આવશે.

આ અગાઉ દૂધધારા ડેરીની ૧૪ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.જેમા (૧) પટેલ વિનોદભાઈ ખુશાલભાઈ (૨) દેસાઈ મહેન્દ્રભાઈ રામજીભાઈ (૩) પટેલ સાગરભાઈ ઘનશ્યામભાઈ (૪) વસાવા સીગાભાઈ તુલીયાભાઈ (૫) પટેલ ગૌતમભાઈ જશુભાઈ (૬) વસાવા મહેશભાઈ છોટુભાઈ (૭) પટેલ ઘનશ્યામભાઈ જીવાભાઈ (૮) દેસાઈ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ (૯) વવી મસરાબેન પ્રભાકરભાઈ (૧૦) રાજ હેમંતસિંહ દિલાવરસિંહ (૧૧) પાદરીયા દિનેશભાઈ પ્રહલાદભાઈ (૧૨) પટેલ પ્રેમિલાબેન કમલેશભાઈ (૧૩) પટેલ શ્રીલેખા જીગ્નેશભાઈ (૧૪) જયસિંહ અંબાલાલ બિનહરીફ જાહેર થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.