Western Times News

Gujarati News

સિદ્ધપુરમાં ઓનલાઈન પિંડ દાન માટે બ્રાહ્મણોએ ના પાડી

Files Photo

અમદાવાદ: કોરોના મહામારીના કારણે જ્યારે બિહારના ગયામાં ૧૫ દિવસનો ‘પિતૃ પક્ષ મેળો’ રદ્દ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ‘શ્રાદ્ધ પૂજા‘માં ‘પિંડ દાન‘ દ્વારા પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાની હિંદુ વિધિ પરંપરાગત રીતથી ગુજરાતના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં યથાવત્‌ રહેશે. જો કે, સિદ્ધપુરના પંડિતો ગયાના પંડો સાથે સંમત થયા હોય તેવું લાગે છે, કે જેમણે પિંડ-દાનના ઓનલાઈન વર્ઝન શરૂ કરવા માટે કોઈ પણ પ્રકારના પગલા સામે પોતાના હાથ ઉંચા કરી દીધા છે.

હકીકતમાં સિદ્ધપુરના પંડિતોએ સર્વાનુમતે ર્નિણય લીધો છે કે તેઓ આવી વર્ચ્યુઅલ વિધિઓ નહીં કરે અને કારણ તે આપવામાં આવ્યું હતું કે, ઓનલાઈન વિધિ કરવાથી વર્ષો જૂની હિંદુ પરંપરાનું મહત્વ ઓછું થઈ જશે. સિદ્ધપુર દેશનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માતૃ શ્રાદ્ધ અથવા માતાઓ માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવરના ઘાટ પર વિધિ કરવામાં આવે છે,

જ્યાં મહિનાના આ સમય દરમિયાન દર વર્ષે ભારતભરમાંથી હજારો ભક્તો આવે છે. સરોવરનો ઉલ્લખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે અને હિંદુઓ તેને પવિત્ર સ્થળ માને છે. સિદ્ધપુરના પંડિતોએ હાલમાં જ ‘શ્રાદ્ધ’ અને ‘પિંડ દાન’ ઓનલાઈન રાખવાનું વિચાર્યું હતું. જો કે, આ ‘અનુકૂળ’ વિકલ્પથી લોકો પવિત્ર શહેરમાં આવવાનું બંધ કરી દેશે અને તેના કારણે ત્યાંની આવકને ફટકો પડશે તેવી આશંકાથી તેમણે તરત જ આ ર્નિણયને ફેરવી તોળ્યો હતો. રોજી-રોટી મેળવવા માટે તકલીફ વેઠી રહ્યા છે. ‘અમે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીને તેમને કેટલીક આર્થિક સહાય આપવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.