Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCમાંથી HCL ભરેલું ટેન્કર પલ્ટી જતાં હજારો લીટર એચસીએલ ખાડી વાટે નર્મદા તરફ વહી ગયું

શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપની માંથી એચસીએલ ભરેલ ટેન્કરનું ગોવાલી અને મુલદ ગામ વચ્ચે ટાયર ફાટતાં ટેન્કર વરસાદી કાંસમાં પલ્ટી મારી ગયું હતું.

હજારો લીટર એચસીએલ ઢોળાતા મોડી રાત સુધી મુલદ ગામમાં શ્વાસ લેવાની તકલીફ પડી હતી અને વરસાદી કાંસ મારફતે અને નર્મદા નદી તરફ વહી જતા ખાડીના જળચર પ્રાણીઓ ના જીવ સામે જોખમ ઊભું થયું છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસી ની શ્રીરામ આલ્કલી એન્ડ  કેમિકલ કંપની માંથી એચસીએલ ભરી નીકળેલ ટેન્કરનું મુલદ ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી થઈ ગયું હતું અને હજારો લીટર એચસીએલ વરસાદી કાંસમાં અને નર્મદા નદી તરફ વહી ગયું હતું.એચસીએલ ઢોળાતા તેના ધુમાડા પ્રકારનો વાયુ હવામાં ઉડયું હતું અને નજીકના મુલદ ગામમાં મોડી રાત સુધી શ્વાસ લેવામાં લોકોને તકલીફ અનુભવાય હતી. એચસીએલ પાણીમાં ભળી જતા જળ પ્રાણીઓને પણ જીવનું જોખમ ઊભું થયું છે.

ઝઘડિયા તાલુકાના મૂલદ પાસે ગતરોજ ઝઘડીયા જીઆઈડીસીની શ્રીરામ અલ્કલી એન્ડ કેમિકલ કંપનીનું એચસીએલ ભરેલા ટેન્કરનું ગોવાલી અને મુલદ ગામ વચ્ચે રાજેશ્વરાનંદ પેપર મીલ પાસે ટાયર ફાટી જતા ટેન્કર પલ્ટી થઈ ગયું હતું. જેમાં ભરેલ હજારો લીટર એચસીએલ પૈકીનું કેટલુક એચસીએલ  પાણીમાં વહી ગયું હતું. ટેન્કર માંથી ઢોળાયેલ એચસીએલ વરસાદ કાંસ મારફતે ખાડી માંથી નર્મદા નદી સુધી તેની અસર થઈ હોવાના અહેવાલ છે. ખાડી માં રહેતા જળચર પ્રાણીઓનુ મરણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છેસાથે સાથે જે સ્થળે ટેન્કર પલટી માર્યું હતું ત્યાં આંબાની વીસ જેટલી કલમોને પણ નુકસાન થયું છે.ગતરોજ સાંજે પાંચ વાગ્યે પલટી મારેલ ટેન્કર માંથી એચસીએલ ઢોળાતા અને તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતા રાત્રે ૧૨ વાગ્યા સુધી બાજુના ગામ મુલદમાં આગના ધુમાડા પ્રકારનું ફેલાતા કેટલાક લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.જે સ્થળે ટેન્કર પલટી માર્યું હતું.ત્યાં ભરપૂર માત્રામાં એચસીએલ પાણીમાં ભળી જતા હાલમાં પણ તે તેજ પરિસ્થિતિમાં છે કંપની સંચાલકો દ્વારા કોઈ પ્રકારની તેને હટાવાની કામગીરી કરવામાં આવી નથી.

ઝઘડીયા જીઆઈડીસી શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કર ટાયર ફાટવાના કારણે પલટી મારી જતા મોટી માત્રામાં એચસીએલ ઢોળાયા ની ઘટનામાં કોઈ પ્રકારની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી નથી અને જીપીસીબી એ પણ આ ધટનાની કોઈ નોંધ લીધી હોય‌ તેવુ હાલની પરિસ્થિતિ પર થી ફલીત થતું નથી.  પલ્ટી મારેલ ટેન્કર ઉભુ કરવા માટે ઝઘડીયા પોલીસના જવાનો ફોરલેન હાઈવે ને ડાયવર્ટ કરવાની કામગીરી  કરી શકતા હોય તો આટલી મોટી માત્રામાં એચસીએલ ઢોળાવાની ઘટનાથી જળચર અને પ્રકૃતિ જો બગડી હોય તો ઝઘડિયા પોલીસે કંપની સામે કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરી જે સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.