Western Times News

Gujarati News

રાજ્યમાં વીસ હજારથી પણ વધુ લોકોને સરકારી નોકરી

અમદાવાદ: રાજ્ય સહિત દેશમાં કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ છે. સરકારી અને ખાનગી સંસ્થાઓને કમરતોડ માર પડ્યો છે. દેશના બીજા આર્થિક ક્વાર્ટરનો જીડીપી ૨૩ ટકા માઇનસમાં પટકાયો છે. ખાનગી સાથે સરકારી નોકરીઓમાં તવાઈ બોલી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર આપ્યા છે. સી.એમ. રૂપાણીએ સરકારી પદો પર પસંદ થયેલા ઉમેદાવારોને તાત્કાલિક નિણૂક પત્રો આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત નવા પદો પર ભરતીની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉત્તર સ્તરીય બેઠકમાં સીએમ રૂપાણીએ જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશ. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો.

ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-૧૯ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના ૨૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. તાજેતરમાં જ એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં પણ ભરતી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફની સ્થિતિમાં છે ત્યારે ગુજરાતમાં આગામી ૫ મહિનામાં ૨૦,૦૦૦ યુવાનો માટે સરકારી નોકરીની નવી તક ખુલતા રાજ્યમાં અનેક યુવાનોમાં આશાનું કિરણ જન્મ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા
મહત્વપૂર્ણ જાહેરાત કરવમાં આવી હતી જેમાં તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા માટે સીએમ વિજય રુપાણીએ આદેશ કર્યો છે. જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરિય બેઠકમાં આ અંગેના આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં કે પછી જેમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેમાં અપોઈન્ટમેન્ટ લેટર ના મળતા રાજ્યના હજારો બેરોજગાર યુવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. થોડા સમય પહેલા આ મામલે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન પણ શરુ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ આઠ હજાર જેટલી જગ્યાઓ પર ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક

જેમાં સફળતા મેળવનારા યુવાવર્ગને ટૂંક જ સમયમાં અપોઈન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવશે. છેલ્લા ચારેક વર્ષમાં ગુજરાત સરકારમાં મોટાપાયે ભરતી થઈ છે. સરકારનો દાવો છે કે આ સમયગાળામાં સવા લાખ જેટલા લોકોને નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોરોના આવ્યો તે પહેલા અનેક ભરતીઓની જાહેરાતો પણ આવી હતી, પરંતુ તેમાં લોકડાઉન બાદ કોઈ પ્રગતિ નથી થઈ શકી. આ મામલે સીએમે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ આ ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે. આગામી પાંચ મહિનામાં રાજ્યમાં ૨૦ હજારથી વધુ યુવાન-યુવતીઓને સરકારી નોકરીની તક મળશે તેમ પણ તેમણે કહ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.