Western Times News

Gujarati News

PRSI-અમદાવાદ ચેપ્ટર દ્વારા શિક્ષક દિન નિમિત્તે  “વિજયી ભારત” અભિયાનનું ઉજવણી

અમદાવાદ, શિક્ષક દિનની ઉજવણી ના પ્રસંગે, પીઆરએસઆઈ – અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે રાષ્ટ્રીય ઝૂમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં દેશભરના સંદેશાવ્યવહાર નિષ્ણાંતો અને શિક્ષણવિદો ને વિજયી ભારત અભિયાનમાં  જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું  હતું.

કાર્યક્રમમાં એક સન્માન સમારોહનું  આયોજન પણ  હતું  જેમાં શહેરની 7 માનનીય શૈક્ષણિક સંસ્થાઓના પ્રધાન આચાર્યોને “વિજયી ભારત – આત્મનિર્ભાર ભારત” વિશે પોતાના  વિચારો વ્યક્ત કરવા માટે  આમંત્રણ અપાયું હતું અને આ બાબત  વિષયે પણ ચર્ચા થઇ કે કઈ રીતે આ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોએ , આ કોવિદ-૧૯ કાલ માં જુદા  જુદા  શિક્ષણ પદ્ધતિઓના પ્રયોગો અને વિવિધ સર્જનાત્મક અભિયાનો યોજવી આજ ના યુવા પેઢીને  પ્રેરણા અને જ્ઞાન આપ્યા .

કાર્યક્રમમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશન (Visamo Kids Foundation) જેને છેલ્લા 2 દાયકાઓથી સમગ્ર ગુજરાતના ઘણા વંચિત બાળકો માટે સ્વપ્નો જોવા માટે અને એને એક બેહતર જીવન આપવા માટે અથાક મેહનત કર્યું છે , એ સંસ્થાના શિક્ષકોને સન્માન આપવા માટે એક વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો,

શ્રી સુભોજિત સેન – સેક્રેટરી, પીઆરએસઆઈ અમદાવાદ (Subhojit Sen- Sec. PRSI, Ahmedabad) ચેપ્ટર એ આદરણીય શ્રોતાઓને આવકાર્યા અને પ્રકરણના સહ-યજમાન તરીકે એનઆઈએમસીજે ના ડો.શશીકાંત ભગતનો (Dr. Shashikant Bhagat) પરિચય કર્યા. પીઆરએસઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.અજિત પાઠકે (Dr. Ajit Pathak) પોતાની ટિપ્પણીમાં જણાવ્યું , “છેલ્લા 63  વર્ષોં માં, પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ  ઈન્ડિયા એ , દેશના પબ્લિક રિલેશન્સ ક્ષેત્રના પ્રેક્ટિશનર્સ, જર્નાલીસમના શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રો તથા મીડિયા ઇન્ટેલિજન્સિયા માટે એક પ્રીમિયર એસોસિએશન તરીકે  ઓળખ  પ્રાપ્ત કર્યું  છે.

તાજેતરમાં કેન્દ્રીય એચઆરડી પ્રધાન. ડો.રમેશ પોખરીયલ “નિશાંક” એ વિજયી ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત, અમે અનુમાન કરીએ છીએ કે ભારત આપણા પરંપરા, નવીનતા અને સર્જનાત્મકતાના આધારે પોસ્ટ કોરોના કાલમાં આર્થિક વિકાસ, વૈશ્વિક વ્યાપાર અને સમાવિષ્ટ વૃદ્ધિ, ની સાથે સાથે ‘આત્મનિર્ભાર ભારત’ની ચળવળ અને’ મેક ઇન ઇન્ડિયા ‘ની વ્યાખ્યા કરશે” ડો.રમેશ પોખરીયલ નો એક વીડિયો સંદેશ પણ શ્રોતાઓને બતાવવામાં આવ્યો.

ડો.શશીકાંત ભગત એ માહિતી આપી હતી કે, પી.આર.એસ.આઈ. – અમદાવાદ ચેપ્ટર, શિક્ષક દિનના આ શુભ પ્રસંગમાં  યુનિસેફ ભારત સાથે સહયોગ કરીને ખુશ છે.. યુનિસેફ ભારતના એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ, ડો પુષ્પા જોશી દ્વારા ‘COVID19 રોગચાળા દરિમયાન પણ બાળકો ના ભણતર કેવી રીતે  રાખવા’ વિષય પોતાના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા

યુનિસેફની રજૂઆતએ રાજ્યના સમાજના તમામ વર્ગના બાળકોમાં શિક્ષણની સાતત્ય સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ અને પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ના માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ અને પબ્લિક રિલેશન્સ ના વડા, ડો સોનલ પંડ્યાએ , ડીપાર્ટમેન્ટની ભાગીદારીમાં યુનિસેફ દ્વારા સ્થાપિત કરાયેલ સેન્ટર ઓફ એક્સેલન્સિસ ઇન કમ્યુનિકેશન ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ ’ ના આગામી પ્રોજેક્ટસ પર પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા.

પ્રખ્યાત શાળાઓને આધુનિક અને સર્જનાત્મક શિક્ષણ અભિયાનમાં અનુકૂળ યોગદાન આપવા બદલ , આ તમામ શાળાઓના આચાર્યો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આર્મી પબ્લિક સ્કૂલના શ્રીમતી અંજુ આર્યા, શ્રી સત્ય સાઇ વિદ્યામંદિરના શ્રીમતી ઉમા રમણ,  સેન્ટ ઝેવિયર્સ નરોડાના ફાદર ટાઇટસ ડી ’કોસ્ટા, કેલોરેક્સ પબ્લિક સ્કૂલનાં શ્રીમતી નિરાલી ડગલી, સત્યમેવ જયતે સ્કૂલનાં શ્રી જેરોમી થોમસ, જ્ઞાનજ્યોત પબ્લિક સ્કૂલ નાં શ્રીમતી અનિતા બાવીસ્કર અને ઝેબર સ્કૂલનાં શ્રીમતી શર્મિષ્ઠા સિંહા બેઠકમાં આ  ઉપસ્થિત રહ્યા હતા. વિસામો કિડ્સ ફાઉન્ડેશન વતી શ્રીમતી સુધેશના ભોજિયા અને શ્રીમતી અમી શાહનો વિશેષ સન્માન કરવામાં આવ્યું  હતું.

આ જાણીતા શિક્ષણવેદો ને કેટલીક સંસ્થાઓના સ્વપ્નદ્રષ્ટા નેતાઓ અને પીઆરએસઆઈ  રાષ્ટ્રીય મંડળના સન્માનિત રાષ્ટ્રીય સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. નેટ એનિલેટીક્સના શ્રી અભિમન્યુ ગોસ્વામી, બાઇટિંગ બૉઉલ ના શ્રી સત્યેન ગઢવી અને સુશ્રી તુલી બેનર્જી, જીનિયસ બ્રેઇન એકેડેમીના  શ્રીમતી સ્વીટી ગોસર, ક્યૂ ટુ હેપ્પીનેસ ડોગ થેરેપીની સુશ્રી સલોમી ગુપ્તે,

સ્ટુડિયો પોઝિટિવ જિંદગીના શ્રી પરેશ દવે અને મધરહુડ ફાઉન્ડેશનના ર્ડો. શ્રીમતી ટ્વિંકલ પટેલ આ શિક્ષણવેદો ને સન્માનિત કરવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર શ્રી પુનીત ચઢા – જનસંપર્ક અધિકારી (સંરક્ષણ મંત્રાલય) પણ હાજર હતા જેમણે તેમના મંતવ્યો શેર કર્યા. વિખ્યાત રાષ્ટ્રીય ટેલિવિઝન અભિનેતા અને વડોદરાના સેલિબ્રિટી માનવ ગોહિલને વિસામો કિડ્સ ફાઉન્ડેશનને વિશેષ એવોર્ડ આપવા આમંત્રણ અપાયું હતું.

પીઆરએસઆઈના  રાષ્ટ્રીય પરિષદના સભ્યો –ડો અજિત પાઠક, શ્રીમતી નિવેદિતા બેનર્જી, શ્રી દિલીપ ચૌહાણ, શ્રી નરેન્દ્ર મહેતા, શ્રી યુ.એસ. સરમા, શ્રીમતી અનુ મજુમદાર અને શ્રી ઉન્મેષ દીક્ષિત સહિત આ કાર્યક્રમમાં પીઆરએસઆઈના 18 રાષ્ટ્રીય અધ્યાયો ના અધ્યક્ષો પણ આમંત્રિત હતા અમદાવાદ ચેપ્ટરના ચેરમેન શ્રી આર કે સિંઘ દ્વારા અન્ય ઉપસ્થિત લોકોની તેમની ઉપસ્થિતિ માટે આભાર માનવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.