Western Times News

Gujarati News

‘વર્ક ટુ હોમ’ થી કર્મચારીઓ કંટાળ્યા

એક જ પ્રકારનું વાતાવરણ: ઓફિસમાં સાથી કર્મચારીઓની હાજરી કર્મચારીઓને યાદ અપાવી રહી છે

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના સંક્રમણને કારણે મોટાભાગની આઈ.ટી. સહિતની મોટી- મોટી તથા મધ્યમકક્ષાની કંપનીઓએ તેમના સ્ટાફને “વર્ક ટુ હોમ”ના આદેશ આપ્યા પછી હાલમાં તો કામગીરી ઘરથી થઈ રહી છે પરંતુ કર્મચારીઓ હવે કંટાળ્યા છે. ઘરેથી કામ કરવામાં આમ તો ફાયદો છે. કારણ કે હાલમાં કરોના સંક્રમણ પાછું વધી રહયુ છે. તેમ છતાં અનલોક-૪માં મોટાભાગની ઓફિસો ખુલી ગઈ છે બજારો ખુલ્યા છે ત્યારે જેવો ‘વર્ક ટુ હોમ’ કામ કરી રહયા છે

તેઓ પણ ઓફિસે જવા ઉત્સુક થયા છે. કારણ કે ઘર અને ઓફિસના વાતાવરણમાં આસમાન- જમીનનો ફરક રહે છે. સામાન્ય રીતે ઓફિસમાં સાથી મિત્રો સાથે લંચ ટાઈમમાં વાતચીતનો મોકો મળતો હોય છે તે સાથે જ સતત ઘરમાં રહેવાથી સ્વભાવ પર અસર તો થાય છે. સાથે સાથે ખુલ્લી હવા મળતી નથી બહારનો નજારો જાેવા મળતો નહી હોવાથી ‘વર્ક ટુ હોમ’ કામ કરતા કર્મચારીઓ થાક્યા છે. એકના એક વાતાવરણથી કંટાળ્યા છે. પહેલા તો ઓફિસવર્કથી કંટાળતા તો રજા રાખીને ઘરે આરામ કરવાનો મોકો મળતો હતો. પરંતુ હવે તો છેક ડીસેમ્બર મહિના સુધી ‘વર્ક ટુ હોમ’ની પધ્ધતિ કંપનીઓએ અપનાવી હોવાથી કર્મચારીઓ બોર થયા છે. ઘરે બધી સુખ સુવિધા હોવા છતાં ઓફિસનું વાતાવરણ મળતુ નથી તેવી ફરિયાદ કર્મચારીઓ કરવા લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.