Western Times News

Gujarati News

સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડે : અમૃતા અરોરા

મુંબઈ: રવિવારે ૬ સપ્ટેમ્બર એક્ટ્રેસ મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ મૂકીને આ વિશેની જાણકારી સૌને આપી હતી. મલાકાઈએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, “આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ હું તમને કહેવા માગુ છું કે મારી તબિયત સારી છે. હું અસિમ્પ્ટોમેટિક છું અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. ડૉક્ટરોની સલાહથી હું ઘરે જ ક્વોરન્ટીન થઈ છું. હું તમને સૌને શાંત અને સુરક્ષિત રહેવાની વિનંતી કરું છું.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક

તમારા સહકાર માટે આભાર. મલાઈકાએ પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે ત્યારે સોશિયલ મીડિયા પર તેનો કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ ફરતો થયો છે. મલાઈકાની બહેન અમૃતા અરોરાએ આવા લોકોની ઝાટકણી કાઢી છે. અમૃતાએ વિવિધ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મલાઈકાનો રિપોર્ટ ફરતો કરનારા લોકો સામે રોષ ઠાલવ્યો છે.

એક સ્ટોરીમાં અમૃતાએ લખ્યું, “સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડે છે? ન્યૂ નોર્મલ? બીમારીમાં સ્વાથ્યમાં નહીં? શું આ યોગ્ય છે? મારી બહેનના રિપોર્ટ વિવિધ વોટ્‌સએપ ગ્રુપ, ફેસબુક અને અન્ય માધ્યમો પર ફરતા થયા છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવે તેવી પ્રાર્થનાઓ તે કરી રહી છે અને આમાંથી સાજી થવા માટે પોતાની જાતને તૈયાર કરી રહી છે ત્યારે તેને આવું બધું સહન કરવું પડે છે? આ કેવી રીતે યોગ્ય છે?

માનવજાતને શું થઈ ગયું છે. દુઃખદ ઘટના. મલાઈકા અરોરાનો રિપોર્ટ કેવી રીતે લીક થયો હશે તે વિશે બહેન અમૃતા અંદાજો લગાવી રહી છે. તેણે લખ્યું, “પહેલો પ્રશ્ન તો ત્યાં જ ઉઠે છે કે રિપોર્ટ બહાર કેવી રીતે આવ્યો. ડૉક્ટર અને દર્દી વચ્ચેની ગુપ્તતાને આ રીતે ઉઘાડી પાડવી યોગ્ય છે. આજના સમયમાં દુનિયામાં જે થઈ રહ્યું છે તેનું માન જાળવીએ. આરોપ-પ્રતિઆરોપની આ મૂરખ જેવી રમત બંધ કરો. અમૃતાએ આગળ લખ્યું, “શું તેના રિપોર્ટનું રિઝલ્ટ પોસ્ટ કરવું કોઈને કંઈ ઉપયોગી છે? તે એક જાગૃત નાગરિક છે અને આ વાત તેણે જાહેર કરી જ દીધી હોત. તેને આ ચેપ ક્યાંથી અને કઈ રીતે લાગ્યો તેની ચર્ચા કરવામાં અને ધારવામાં કેટલાકને વિકૃત આનંદ આવે છે. તો કેટલાક તો હદ પાર કરીને હસતા ઈમોજી સાથે એમ કહે છે કે, તે આને જ લાયક હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.