Western Times News

Gujarati News

સિન્થોલે તેની લાઈમ અને સિન્થોલ કુલ માટે નવી એડ રીલીઝ કરી

મુંબઈ, કેલેન્ડર 2020 બિઝનેસ માટે નવા વ્યૂહની રચના માટે, નવી શરૂઆત માટે અને નવા નિયમો વ્યાખ્યાયિત કરવા માટે મહત્વનું વર્ષ છે. છ દસકા કરતાં વધુ જૂની સિન્થોલ બ્રાન્ડ માટે આ નવા નિયમો નવા પડકારો રજૂ કરે છે. તાજગીની સમાનાર્થી બની ગયેલી તેમજ અજોડ સાહસો માટેના મિજાજ સ્વરૂપ તરીકે સ્થાપિત બ્રાન્ડે બદલાતાં વિશ્વમાં તેના રોડમેપ તરફ ફરીથી નજર દોડાવવી પડી છે.

નવી ટીવીસીમાં સિન્થોલ કુલ અને સિન્થોલ લાઈમે લોકોની ખૂબ જ ચાહના મેળવી ચૂકેલાં ‘અલાઈવ ઈઝ ઓસમ’ કેમ્પેનનું સુધારેલું વર્ઝન રજૂ કર્યું છે. 2012માં જ્યારે ‘અલાઈવ ઈઝ ઓસમ’ તેની સફર શરૂ કરી હતી ત્યારે બ્રાન્ડને એવી ખબર નહોતી જ કે દિવસો જતાં આ કેમ્પેન વધુને વધુ પ્રસ્તુત બનતું જશે. હવે આ નવું ટીવીસી સહુના હ્રદયમાં જીવીત અને પરિચિત એડવેન્ચરના સ્પિરિટને નવો તાજો સંદર્ભ આપી રહ્યો છે.

આ નવી ફિલ્મ એવું પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે જેમાં કોઈ વ્યક્તિને બહાર જવાની અને કોઈ નવું સાહસ કરવાની તાલાવેલી છે પરંતુ તે આમ કરી શકતો નથી, પરંતુ તે જ્યારે સાબુને પેકમાંથી ખોલે છે અને તેમાંથી વહેતો તાજગીનો ધોધ તેનું અભિવાદન કરે છે. જ્યારે અનિશ્ચિતતાના સમયમાં બહાર જવું હમણાં બંધ છે તેવા કપરી સ્થિતિને તે જાળવી લે છે અને દર્શાવે છે કે તકલીફો વચ્ચે પણ સિન્થોલ સોપ્સ ઘરમાં અજોડ સ્નાનનો અનુભવ વડે બહારની તાજગી પૂરી પાડવા માટે સમર્થ છે. દ્રષ્ય અને ગીત સાથે તે 99.9 ટકા જીવાણુઓથી રક્ષાનો ભરોસો આપે છે.

નવી ફિલ્મ અંગે પોતાના વિચારો રજૂ કરતાં ગોદરેજ કન્ઝયૂમર પ્રોડક્ટ્સ લિ.(જીસીપીએલ)ના ઈન્ડિયા અને સાર્ક સીઈઓ સુનીલ કટારિયાએ જણાવ્યું હતું કે, “સિન્થોલ પ્રચલિત બ્રાન્ડ્સમાંની એક છે અને ગોદરેજ કન્ઝ્યૂમર ખાતે અમે ભારતભરમાં ગ્રાહકો સાથે એક મજબૂત બંધનથી જોડાયેલાં છીએ. 2020માં માર્કેટ ઈનોવેશન્સ ખૂબ ઝડપી બન્યાં છે અને તેણે અમને અમારા વ્યૂહોને નવેસરથી ઘડવા, ઘરે બેસી કેમ્પેઈન્સ શોટ કરવા, ચપળ અને ત્વરિતતા દાખવી મહિનાઓમાં નવી પ્રોડક્ટ્સની રજૂઆત કરતાં શિખવ્યું છે.

આ નવા અને સુધારેલા અભિગમ સાથે અમે એવી કોઈ નવી બાબત સાથે આવવા માગતાં હતાં કે જે અમને અમારા ભાગીદારો સાથે અર્થસભર રીતે જોડે. જેને ધ્યાનમાં રાખીને અમે અમારી સૌથી સફળ ફિલ્મ્સને નવેસરથી રચવાનું નક્કી કર્યું. સિન્થોલ લાઈમ અન સિન્થોલ કુલ પરની આ નવી ફિલ્મ બ્રાન્ડ્સની મુખ્ય લાક્ષણિક્તાઓને વર્તમાન સમયના પડકારો સાથે જોડે છે. અમને આશા છે કે અમારું ઓડિઅન્સ તેની મજા માણશે.”

ક્રિએટીવલેન્ડ એશિયાના ચીફ ક્રિએટીવ ઓફિસર અનુ જોસેફે જણાવ્યું હતું કે,”સિન્થોલની અલાઈવ ઈઝ ઓસમ ફિલોસોફી જીવનની દરેક ક્ષણને પૂર્ણપણે જીવવાના વિચાર પર ઊભી કરવામાં આવી છે. ખૂલ્લામાં સ્નાનો અનુભવ એ બ્રાન્ડનું મુખ્ય તત્વ છે. જોકે વર્તમાન મહામારીના સમયમાં ટ્રાવેલ અને એડવેન્ચર શક્ય નથી પરંતુ સિન્થોલ તેના તાજગીભર્યાં લાઈમ અને કુલ સોપ્સની સહાયતા વડે તમારા શોવરમાં બહારોની તાજગી લાવવાનો વાયદો કરે છે. આ નવી ફિલ્મ સિન્થોલની 2012માં બનેલી લોકપ્રિય એડના સંદર્ભને જ એ રીતે કમ્યુનિકેટ કરે છે,”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.